• Gujarati News
  • National
  • વણઝારા અમીને કરેલી ડિસ્ચાર્જ અરજી પર 7મીએ ચુકાદો

વણઝારા-અમીને કરેલી ડિસ્ચાર્જ અરજી પર 7મીએ ચુકાદો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યના ચકચારી ઇસરત જહાં એન્કાઉન્ટર કેસમાં આરોપ મુક્ત કરવા માટે પુર્વ પોલીસ અધિકારી ડી.જી. વણઝારા અને એન.કે. અમીને કરેલી અરજી પર સીબીઆઇ જજ જે.કે. પંડ્યાએ 7મીએ ચુકાદો જાહેર કરશે. બંને આરોપીઓ સામે ગંભીર પ્રકારનો ગુનો છે તેમજ પુરાવા હોવાથી તેને મુક્ત ન કરી શકાય તેવી રજૂઆત ઇસરજહાંની માતા અને સીબીઆઇ દ્વારા કરવામાં આવી છે.

આ કેસની વિગત એવી છે કે, પુર્વ ડીઆઇજી ડી.જી. વણઝારા અને એન.કે. અમીને સીબીઆઇ કોર્ટ સમક્ષ અરજી કરી તેમને પણ પુર્વ ડીજીપી પી.પી. પાંડેની જેમ આ કેસમાં આરોપ મુક્ત કરવામાં આવે. ગત ફેબ્રુઆરીમાં કોર્ટે પાંડેની આ કેસમાં આરોપ મુક્ત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...