તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad શહેર યૂથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સામે છેતરપિંડીની ફરિયાદ

શહેર યૂથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સામે છેતરપિંડીની ફરિયાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | શહેર યૂથ કોગ્રેંસના માજી પ્રમુખ રાજેશ બ્રહ્મભટ્ટ અને તેમની પત્ની સામે સોલા પોલીસમાં દુકાન વેચવાનું કહી 29 લાખ લીધા પછી દસ્તાવેજ નામે ન કરતા ફરિયાદ નોંધાઈ છે.

રાજેશ બ્રહ્મભટ્ટની વાંધા અરજી બાદ કંપનીએ દુકાન પાછી ખરીદી 29 લાખ ચૂકવ્યા હતા
સાયન્સ સીટી રોડ પર શુકન મોલમાં વિરાસત બિલ્ટકોન નામે કન્સ્ટ્રક્શન કંપની ધરાવતા ગોપીરાજ રજનીકાંત બ્રહ્મભટ્ટે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા અનુસાર તેમની કંપનીએ સોલામાં ગ્લોરી-2 નામની સ્કીમ મુકી હતી. જેમાં દુકાન ગ્રાઉન્ડ ફલોર પર દુકાન નં 7 રાજેશ બ્રહ્મભટ્ટ તથા તેમના પત્ની નિપાબેને બુક કરાવી હતી. આ દુકાન તેમને 2018માં વેચી ત્યારે તેની કિંમત રૂ.18,50,000 તેમણે કંપનીને ચુકવ્યા હતા

ઓગસ્ટમાં રાજેશ બ્રહ્મભટ્ટે ટોરેન્ટ પાવરમાં વાંધા અરજી કરી હતી કે ઈલેક્ટ્રિકનું મીટર જયાં લગાવ્યું છે તે જગ્યા તેમની માલિકીની છે. આ અંગે રાજેશ બહ્મભટ્ટનો સંપર્ક કરતા તેમણે વાંધા અરજી પાછી ખેંચવા તેમની દુકાન રૂા. 15000 ચોરસ મીટરના ભાવે પાછી લેવા માટે કહ્યું હતું જેનો કંપનીએ સ્વીકાર કરી તેમને તથા તેમની પત્ની નિપાબેનને કુલ રૂા 29 લાખ ચેક તેમજ રોકડેથી આપ્યા હતા. પરંતુ રાજેશ બ્રહ્મભટ્ટે દસ્તાવેજ તેમના નામે ન કરી પોલીસ ફરિયાદની ધમકીઓ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...