તરતાં આવડે તો સંસારસાગર તરવો મુશ્કેલ નથી. આજે ચેન્નઇ ધર્મશાળા પાલિતાણામાં ધર્મદેશનાનો તો સુંદર અવસર હતો. આ અવસરે પૂ.આ.દેવ રાજયશસૂરીશ્વરજી મ.સા.એ જણાવ્યું, આ સંસાર એક સાગર જેવો છે. તેમાં ચારેય બાજુ પાણી છે. જો આ પાણીમાં તરતા આવડે તો જ બીજા કિનારે પહોંચી શકાય, નહીં તો આ સાગરમાં ડૂબી જવું પડે. ડૂબી ગયા પછી વ્યક્તિનું નામ નિશાન રહે નહીં. માટે સંસારમાં તરતા આવડવું જ જાઇએ. ભૌતિક આકર્ષણો, અનૈતિક લાલચો માનવને ફસાવી દે છે. તેથી તે તરી શકતો નથી. તરી ન શકાય તો પાણી ડુબાડી જ દે. ડૂબી ગયા પછી માનવના દુઃખ નો પાર નથી રહેતો. ઘણીવાર તો ડૂબી ગયા બાદ તેના અસ્તિત્વનો જાણે નાશ જ થઇ જાય છે. માટે સંસારથી તરતા આવડવું જાઇએ. ખરાબ વિચારો, ખરાબ આચારો, હલકા વાણીવિલાસો માનવને તારવાના બદલે ડૂબાડતા હોય છે. પણ જેઓ જાગૃત છે તેઓ ગમે તેવા આકર્ષણો હોવા છતાં લોભાતા નથી. પરિણામે અનેક દુઃખ દર્દથી ભરેલાં સંસાર એમને કશું કરી શકતો નથી. રોજ શાસ્ત્રનું વાંચન કે શાસ્ત્રનું શ્રવણ કરતાં રહેવું જાઇએ.
શંત્રુજ્ય પાલિતાણા તિર્થધામમાં રત્નસાગરસૂરી મ.સા.એ સંશાર વિશે પ્રવચન આપ્યું
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો