• Gujarati News
  • National
  • ભરતીના 7 વર્ષ થયા છતાં પ્રમોશન બદલીનું કોઇ ક્લેરિફિકેશન નથી : ટીચરોનો આક્ષેપ

ભરતીના 7 વર્ષ થયા છતાં પ્રમોશન-બદલીનું કોઇ ક્લેરિફિકેશન નથી : ટીચરોનો આક્ષેપ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

એચટાટની ભરતી 2012 દરમિયાન સરકાર દ્વારા કરવામાં આવી હતી. આ ભરતીને ફુલ પેની હિસાબે ઉમેદવારોની નિમણૂક કરાઇ હતી. પરંતુ ભરતી થયા બાદ અત્યાર સુધી હેડ ટીચરના પ્રમોશન, બદલી અંગેની કોઇ ચોખવટ સરકાર દ્વારા કરવામાં આવી નથી. જ્યારે કે આ અંગે સરકાર જણાવી રહી છે કે મુખ્ય શિક્ષકોને ખાસ ઉચ્ચ પગાર પર ભરતી કરવામાં આ‌વ્યા હતા. જો તેઓ સામાન્ય શિક્ષકોની માફક બદલી માંગે તો તે શક્ય નથી. સરકાર દ્વારા હેડ ટીચરોને વહીવટી સાથે એકેડેમિક કામ માટે પણ જોડાવવાનું હોય છે. સાથે જ તેઓને નક્કી કરેલા વર્ગો પણ વર્ગખંડામાં લેવાના હોય છે. છેલ્લા ઘણા સમયથી હેડ ટીચર્સ દ્વારા પોતાની બદલી અને પ્રમોશનને લઇને માંગ કરવામાં આવી રહી છે. પરંતુ તેમ છતાં પણ આજ સુધી કોઇ સ્પષ્ટતા સરકાર તરફથી કરવામાં આવી નથી. હેડ ટીચર માંગ કરી રહ્યાં છે કે જો શિક્ષકોની બદલી થઇ શકતી હોય તો અમારી શા માટે નહીં.

નાની સ્કૂલોમાં જવા બદલીના પ્રશ્નો ઉભા કરે છે
સામાન્ય વહીવટી વિભાગની ભરતી પ્રમાણેના નિયમો લાગુ પડે શકે છે. આ બાબત પહેલા જ ઠરાવમાં જણાવવામાં આવ્યું છે. તેઓ ઇચ્છે છે કે કોઇ નાની શાળાઓમાં જતા રહે. જ્યાં ઓછું કામ હોય. તેથી તેઓ બઢતી અને બદલીના પ્રશ્નો ઊભા કરી રહ્યાં છે. એમ.આઇ.જોષી, પ્રાથમિક શિક્ષણ નિયામક.

અન્ય સમાચારો પણ છે...