નરોડામાં બે દિવસમાં લૂંટના બે બનાવ બન્યા

નરોડામાં બે દિવસમાં બે લૂંટના બનાવ બન્યા હતા. બાઇક સવાર 2 લોકો રાહદારી મહિલાનું પર્સ ખેંચી ગયા હતા. જ્યારે...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:40 AM
નરોડામાં બે દિવસમાં લૂંટના બે બનાવ બન્યા
નરોડામાં બે દિવસમાં બે લૂંટના બનાવ બન્યા હતા. બાઇક સવાર 2 લોકો રાહદારી મહિલાનું પર્સ ખેંચી ગયા હતા. જ્યારે નરોડામાં એક જગ્યાએ ઉભા રહેલા વ્યક્તિનો મોબાઇલ બે બાઇક ચાલકો ઝુંટવી ગયા હતા. આ અંગે નરોડા પોલીસ સ્ટેશનના ફરિયાદ નોંધાઈ હતી.

નરોડા શ્રીનાથ ક્લાસિક સોસાયટીમાં રહેતા જયનિકા પટેલ બુધવારે બપોરે ઘરે જતા હતા ત્યારે એક્ટિવા પર આવેલા બે લોકોએ તેમના હાથમાંથી પર્સ ઝૂંટવ્યું હતું. જ્યારે સૈજપુરબોઘામાં રહેતા અજય રાઠોડ નરોડા પાસે ઊભા હતા ત્યારે બાઇક પર આવેલા બે શખ્સો તેમનો મોબાઇલ ઝૂંટવી ગયા હતા. કૃષ્ણનગરના રાજેન્દ્ર ગુપ્તા થોડાક દિવસ પહેલા રાત્રે દાસ્તાન સર્કલ પાસે કારમાં બેઠા હતા ત્યારે સ્કૂટર પર આવેલા 3 લોકોએ તેમને લાફો મારી તેમની ચેઇન ખેંચી ગયા હતા. નરોડા પોલીસે આરોપીને પકડી પાડ્યા હતા.

X
નરોડામાં બે દિવસમાં લૂંટના બે બનાવ બન્યા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App