• Gujarati News
  • National
  • ન્યુ રાણીપ વિસ્તારમાં ગટરની દુર્ગંધથી રહીશો પરેશાન

ન્યુ રાણીપ વિસ્તારમાં ગટરની દુર્ગંધથી રહીશો પરેશાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં સિઝન દરમિયાન માત્ર પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, અને પહેલા વરસાદમાં વિવિધ વિસ્તારોમાં ગટર ઉભરાતી હતી. પરંતુ, શહેરનાં ન્યુરાણીપ વિસ્તારમાં ગટરો બેક મારી નથી, પણ આ વિસ્તારનાં વિવિધ એપોર્ટરમેન્ટ પાસેથી પસાર થતાં ગટરની ગંદી વાસ મારી રહી છે. કેટલીક જગ્યાએ તો માથું ફાટી જાય તેટલી દુર્ગંધ મારતી હોવાથી લોકોને મોઢા પર રૂમાલ રાખીને નીકળવું પડે છે. વરસાદ ન પડવાથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો નથી પણ વિવિધ રોગ પેદા કરતી માખીના ત્રાસથી પણ લોકો પરેશાન થઇ ગયા છે. જો ચોમાસુ ફરી સક્રિય થશે તો ન્યુ રાણીપ વિસ્તારમાં ગટરો ઉભરાવવાની શક્યતા હોવાથી આ વિસ્તારમાં ગટરોની સફાઇ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક હાથ ધરાય તેવી લોકોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...