ટ્રક-ડમ્પર ચોરીનું આંતરરાજ્ય કૌભાંડ પકડાયુ: બેની ધરપકડ

અમદાવાદ | રાજયના વિવિધ શહેરોમાંથી ટ્રક-ડમ્પરની ચોરી કરી તેની ઓરિજીનલ ચેસિસ અને એન્જિન નંબર દૂર કરી તેના સ્થાને...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:40 AM
ટ્રક-ડમ્પર ચોરીનું આંતરરાજ્ય કૌભાંડ પકડાયુ: બેની ધરપકડ
અમદાવાદ | રાજયના વિવિધ શહેરોમાંથી ટ્રક-ડમ્પરની ચોરી કરી તેની ઓરિજીનલ ચેસિસ અને એન્જિન નંબર દૂર કરી તેના સ્થાને અકસ્માતમાં ટોટલ લોસ થયેલા વાહનોના ચેસિસ-એન્જિન નંબર એમ્બોઝ કરી તેના દસ્તાવેજોના આધારે સબંધિત આરટીઓમાં વાહન પાસ કરાવી વેચવાના આંતરરાજય કૌભાંડનો ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કરી બે શખસોની ધરપકડ કરી છે.

ટોટલ લોસ વાહનોના દસ્તાવેજો લઈ ચોરીની ગાડી વેચી નાંખતા હતા

પ્રાથમિક પુછપરછમાં આરોપીઓએ અત્યાર અત્યાર સુધીમાં રાજયમાંથી 30 ડમ્પરની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. જે પૈકી પોલીસે છ ટ્રક કબજે કરી છે.

ક્રાઈમ બ્રાન્ચના ઈન્ચાર્જ એસીપી એસ.એલ. ચૌધરીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમના પીએસઆઈ જે.એમ. પટેલ, વી.એચ.જાડેજા અને કે.એમ. બારીયા અને સ્ટાફે જમાલપુર બ્રિજ પાસેથી એક એસયુવી કારથી પાયલોટિંગ કરી લઈ જવાતા ડમ્પરને રોકી ગુરપ્રિતસિંગ ઉર્ફે તોતલા ઓજલા અને તેનો સાથીદાર અજય યાદવની અટકાયત કરી હતી. કારમાં તપાસ કરતા તેની ડેકીમાંથી વાહનોમાં બોડી તથા એન્જિન પર લગાડવામાં આવતી નાની મોટી મળી કુલ 12 પ્લેટ મળી આવી હતી.

આરોપીઓએ પૂછપરછમાં કબૂલાત કરી હતી કે, તેઓ ગુજરાત તથા અન્ય રાજયોના અલગ અલગ માણસો પાસેથી ટોટલ લોસ થયેલા ડમ્પરના કાગળો પૈસા ચુકવી મેળવતા હતા અને તેના આધારે તેમના સાગરીતોએ ચોરી કરેલા ટ્રક અને ડમ્પરના ઓરિજીનલ નંબરો હેમરી વડે દૂર કરાવી ખોટા નામથી અન્ય રાજયોની એનઓસી તૈયાર કરાવી તેના આધારે ટ્રક-ડમ્પરના ચેસિસ નંબર પંચિંગ કરાવી આરટીઓમાં પાસિંગ કરાવી અન્ય માણસોને વેચાણ કરી દેતા હતા. પોલીસે આરોપીઓએ કરેલી કબૂલાતના આધારે 6 ટ્રક કબજે કરી હતી. અન્ય 30 જેટલી ટ્રક અને ડમ્પર ચોરીનો ભેદ ઉકેલી કાઢયો છે.

આરોપીઓએ 30 ટ્રક-ડમ્પરની ચોરી પણ કબૂલી

આરોપીઓએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, તેમણે સાગરીતો સાથે મળીને જયપુર, દેશલોક, ઉદેપુર, તેમજ ગુજરાતમાંથી ભાવનગર, રાજુલા, હળવદ, મોરબી, બાવળા, સેવાલીયા, તથા અન્ય જગ્યાએથી 30 ટ્રક-ડમ્પરની ચોરી કરી હતી.

X
ટ્રક-ડમ્પર ચોરીનું આંતરરાજ્ય કૌભાંડ પકડાયુ: બેની ધરપકડ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App