તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નરોડા ગામ કેસમાં 85 સામે ચાર્જશીટ અંગે પ્રશ્ન ઊઠાવાયો

નરોડા ગામ કેસમાં 85 સામે ચાર્જશીટ અંગે પ્રશ્ન ઊઠાવાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નરોડા ગામ હત્યાકાંડમાં આરોપીઓ તરફે આજે રજૂઆત કરાઇ હતીકે, ગામ હત્યાકાંડમાં 5 હજાર લોકોનું ટોળુ હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે ત્યારે માત્ર 85 આરોપીઓ સામે જ કેમ ચાર્જશીટ કરવામાં આવી છે. બીજા લોકો કોણ અને ક્યાં તે બાબતે કોઇ તપાસ થઇ નથી. ત્યારે આ આખી તપાસ જ શંકાસ્પદ હોવાની રજૂઆત કરવામાં આવી છે.

નરોડા ગામ હત્યાકાંડમાં એસઆઇટી દ્વારા તેમની દલીલો પુર્ણ થયા બાદ આરોપીઓ તરફે એડવોકેટ ચેતન શાહે એવી રજૂઆત કરી હતીકે, આ બનાવ બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા દરમ્યાન બન્યો હોવાનો ઉલ્લેખ છે. જ્યારે આરોપીઓ સામે ચાર્જફ્રેમ કરવામાં આવ્યો ત્યારે બનાવ સમય સવારે 9 વાગ્યાનો દર્શાવવામાં આવ્યો છે. બીજી તરફ સાક્ષીઓની જુબાનીમાં આ બનાવ બપોરના સમયનો હોવાનો ઉલ્લેખ છે. જેથી ઘટના ક્યારે બની તે શંકાસ્પદ છે.

અન્ય સમાચારો પણ છે...