• Gujarati News
  • National
  • ઉસ્માનપુરામાં ફલેટમાં ચાલતું હુક્કાબાર ઝડપાયું

ઉસ્માનપુરામાં ફલેટમાં ચાલતું હુક્કાબાર ઝડપાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉસ્માનપુરા દર્પણ એકેડેમી સામે આવેલા સાંઈ પ્રસાદ એપાર્ટમેન્ટના એક ફલેટમાં લાંબા સમયથી ચાલતુ હુક્કાબાર પોલીસે પકડી પાડ્યુ હતુ. આ સાથે પોલીસે ભાડાના ફલેટમાં હુક્કાબાર ચલાવતા નિહાર પંચાલની ધરપકડ કરી 3 હુક્કા અને ફલેવર સહિતની સામગ્રી કબજે કરી હતી. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ફલેટમાંથી હુક્કાબાર પકડાયુ હોવાની આ પહેલી ઘટના છે. પીસીબીના એસીપી એમ.કે.રાણાની બાતમીના આધારે સ્ટાફના માણસોએ મંગળવારે રાતે સાંઈ પ્રસાદ એપાર્ટમેન્ટના ફલેટ નંબર-304 માં દરોડો પાડ્યો હતો. દરમિયાનમાં ત્યાંથી હુક્કાબારનો માલિક નિહાર પંચાલ તેમજ હુક્કો પીતા 3 માણસો મળી આવ્યા હતા. જ્યારે પોલીસે 3 હુક્કા, ફલેવર , પાઈપો સહિતની સામગ્રી કબજે કરી હતી.

તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતુ કે નિહાર પંચાલે આ ફલેટ ભાડેથી રાખ્યો હતો અને ત્યાં લાંબા સમયથી હુક્કાબાર ચલાવતો હતો. જો કે નિહારે એક કર્મચારીને નોકરી રાખ્યો હતો. પરંતુ પોલીસે દરોડો પાડ્યો ત્યારે તે ફલેટમાં હાજર ન હતો. જેથી હાલમાં પોલીસે નિહાર પંચાલની ધરપકડ કરી હુક્કા - ફલેવર કબજે કરી ફલેવરમાં તમાકુ કે અન્ય કોઇ નશીલો પદાર્થ છે કે નહીં તેની ખરાઇ કરવા નમૂના એફએસએલમાં મોકલી આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...