• Gujarati News
  • National
  • સાપ્તાહિક 920ના સુધારા સાથે સેન્સેક્સ 35500 ક્રોસ

સાપ્તાહિક 920ના સુધારા સાથે સેન્સેક્સ 35500 ક્રોસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નિફ્ટી ઇન્ટ્રા-ડે 10900 ક્રોસ, સેક્ટર અને સ્ટોક સ્પેસિફિક એપ્રોચ વચ્ચે માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહી
સેન્સેક્સે સાપ્તાહિક 920 પોઇન્ટનો સાપ્તાહિક ઉછાળો નોંધાવ્યો છે. નોંધપાત્ર બાબત એ છે કે, સેન્સેક્સ સળંગ 10 સપ્તાહથી સુધરી રહ્યો છે. તેમાં 2200 પોઇન્ટ એટલેકે 4 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. સેન્સેક્સ પેકની 24 સ્ક્રીપ્સમાં સુધારો નોંધાયો હતો. તે પૈકી અદાણી પોર્ટ 4.68 ટકા, યશ બેન્ક 2.37 ટકા અને આઇસીઆઇસીઆઇ બેન્ક 2.15 ટકા તથા સ્ટેટ બેન્ક 2.08 ટકા સુધરીને બંધ રહ્યા હતા. તેની સામે સાત સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 3030 પૈકી 1422 સ્ક્રીપ્સમાં સુધારો જ્યારે 1464 સ્ક્રીપ્સ ઘટી હતી. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહી હતી.

જીએસટી રેટ્સમાં ઘટાડો, ટોચની બ્લુચીપ કંપનીઓ દ્રારા ડિસેમ્બરના અંતે પુરા થયેલા ત્રિમાસિક ગાળા માટે પ્રોત્સાહક પરીણામો જેમાં એચડીએફસી બેન્ક, આઇટીસી, એચસીએલ ટેકનોલોજીના પરીણામો પાછળ માર્કેટમાં સ્ટોક સ્પેસિફિક સુધારાની ચાલ જળવાઇ રહી હતી. ગુરુવારે વિદેશી નાણાકીય સંસ્થાઓની પણ ધૂમ ખરીદી રહી હતી. તેના કારણે બ્લુચીપ શેર્સમાં આકર્ષક ઉછાળો નોંધાયો હતો.

ગૃહ ફાઇનાન્સ 16 ટકા ઊછળ્યો: ગૃહ ફાઇનાન્સ આજે 16.26 ટકા ઊછળી રૂ. 691.35ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે આઇવીસી 4.88 ટકા, જેએમ ફાઇ. 4.87 ટકા, ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ 4.66%, કેનરા બેન્ક 3.82 ટકા સુધર્યા હતા.

આઇટી શેર્સમાં તેજી: આઇટી ઇન્ડેક્સ 12284.05 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીએ આંબી જવા સાથે સિએન્ટ 12.42 ટકા, માસ્ટેક 6.63 ટકા, એચસીએલ ઇન્ફોસિસ્ટમ 5.32 ટકા, સોનાટા સોફ્ટ 5.19 ટકા, એનઆઇઆઇટી ટેક 5.19 ટકા અને માઇન્ડટ્રી 2.34% સુધર્યા હતા.

એફઆઇઆઇ-ડીઆઇઆઇ નેટ લેવાલ: વિદેશી નાણાકીય સંસ્થાઓની આજે પણ રૂ. 988.25 કરોડની નેટ ખરીદી સાથે સ્થાનિક સંસ્થાઓની રૂ. 209.86 કરોડની નેટ ખરીદી રહી હતી. ક્લાયન્ટ્સની રૂ. 107.26 કરોડની વેચવાલી રહી હતી.

વૈશ્વિક શેરબજારોમાં સુધારો: એશિયાઇ શેરબજારોમાં સુધારાની ચાલ જ્યારે યુરોપિયન શેરબજારોમાં સુસ્ત કામકાજ વચ્ચે સાધારણ નરમાઇ જોવા મળી હતી.

ફોરેક્સમાં મેજર કરન્સી સામે રૂપિયામાં નબળાઇ
ફોરેક્સ માર્કેટમાં જાન્યુઆરી માસમાં મેજર કરન્સી સામે રૂપિયામાં ઘટાડાની ચાલ જોવા મળી છે. તે અનુસાર ડોલર 31 પૈસા વધી રૂ. 63.84, પાઉન્ડ રૂ. 2.39ની મજબૂતાઇ સાથે 88.54, યુરો રૂ. 1.95 વધી રૂ. 78.27 અને જાપાનીઝ યેન રૂ. 1.07ના સુધારા સાથે રૂ. 57.68ની સપાટીએ બંધ રહ્યા હતા. આજે જોકે, રૂપિયામાં વલણ સ્થિર રહ્યું હતું. એનાલિસ્ટોના મતે રૂપિયો વધુ મજબૂત બને તેવા સંકેતો છે.

બેન્ક શેર્સમાં બૂમ-બૂમ

બેન્ક બંધ સુધારો
પીએનબી 176.45 3.43%

યશ બેન્ક 348.30 2.37%

ICICI 353.55 2.15%

સ્ટેટ બેન્ક 309.05 2.08%

રિયાલ્ટીમાં પણ રમઝટ

કંપની બંધ સુધારો
ઇ.બુ.રિ.એ. 241.25 4.96%

ગોદરેજ પ્રોપ 822.20 3.56%

યુનિટેક 9.02 2.62%

પ્રેસ્ટીજ 313.95 1.44%

સેન્સેક્સ 10 સપ્તાહમાં 2200 પોઇન્ટ ઊછળ્યો

સપ્તાહાન્ત સેન્સેક્સ સુધારો
10 નવે. 33314 --

17 નવે. 33343 29

24 નવે. 33679 336

1 ડિસે. 32833 154

8 ડિસે. 33250 417

15 ડિસે. 33462 212

22 ડિસે. 33940

28 ડિસે. 34057 117

5 જાન્યુ. 34153 96

12 જાન્યુ. 34592 439

19 જાન્યુ. 35512 920

અન્ય સમાચારો પણ છે...