• Gujarati News
  • સેલ્ફી વિથ ડોટર પ્રોગ્રામમાં તોડફોડ બદલ ટોળા સામે રાયોટિંગનો કેસ

સેલ્ફી વિથ ડોટર પ્રોગ્રામમાં તોડફોડ બદલ ટોળા સામે રાયોટિંગનો કેસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘સેલ્ફીવિથ ડોટર’ કાર્યક્રમમાં અંધાધૂંધી સર્જાયા બાદ તોડફોડ કરનારા ટોળા સામે બાપુનગર પોલીસે રાયોટિંગની ફરિયાદ દાખલ કરી છે. બાપુનગર ડાયમંડ માર્કેટ પાછળ આવેલા ચંદ્રપ્રસાદ દેસાઈ હોલ ખાતે ગુરુવારે એનજીઓ મદદગાર પરિવારે નરેન્દ્ર મોદીના જન્મ દિવસે ગિનિસ બુકમાં સ્થાનની લાયમાં સેલ્ફી વિથ ડોટર નામનો કાર્યક્રમ રાખ્યો હતો.

એનજીઓના આયોજકોએ સેલ્ફી વિથ ડોટરની સાથોસાથ જનધન ખાતામાં વીમા કવચની અને વારસદાર તરીકે દીકરીનું નામ લખવાની અગાઉથી જાહેરાત કરતા મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી હતી. 40 હજારની કેપેસિટી ધરાવતા ગ્રાઉન્ડમાં 50 હજારથી વધુ લોકો ઉમટી પડતા અંધાધૂંધી સર્જાઈ હતી. અંતે આયોજકોને કાર્યક્રમ રદ કરવાની ફરજ પડી હતી. કાર્યક્રમ રદ થતાં ઉશ્કેરાયેલી મહિલાઓ સ્ટેજ પર ચઢી જતા સ્ટેજ તૂટી પડ્યું હતું અને કેટલાકને ઈજા પહોંચી હતી. લોકોએ ખુરશીઓની તોડી, પથ્થરમારો કરી હોલના કાચ પણ તોડી નાખ્યા હતા.

વીડિયો ફૂટેજના આધારે કાર્યવાહી કરાશે

^બાપુનગરનાચંદ્રપ્રસાદ દેસાઈ હોલમાં ગુરુવારે યોજાયેલા કાર્યક્રમમાં તોડફોડ કરનારા ટોળા સામે પોલીસે રાયોટિંગની ફરિયાદ નોંધી છે. વીડિયો ફૂટેજ તેમજ ફોટોગ્રાફ્સના આધારે લોકોને ઓળખી તેમની સામે કાર્યવાહી કરાશે. > આર.કે.લાડવા, પીઆઈ,બાપુનગર

બાપુનગરમાં સેલ્ફી વિથ ડોટર કાર્યક્રમમાં થયેલી તોડફોડની ફાઈલ તસવીર.

ગુરુવારે યોજાયેલા કાર્યક્રમમાં હજારો મહિલા ઊમટી હતી