તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ખાનગી બસમાં મહિલાને એટેક આવતા મોત

ખાનગી બસમાં મહિલાને એટેક આવતા મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ્વારકાપાસે આવેલા મીઠાપુર ગામમાં રહેતા મૃદુલાબેન વ્રજલાલ છત્રાલીયા તેમના દીકરા અમદાવાદમાં રહેતા હોવાથી તેના ઘરે આવ્યા હતા. અમદાવાદથી તેઓ તેમના બહેન બોટાદ રહેતા હોવાથી ખાનગી લકઝરી બસમાં બોટાદ જવા માટે નીકળ્યા હતા.

લકઝરી બસ બાવળા નજીકથી પસાર થઇ રહી હતી ત્યારે તેમને અચાનક છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો અને તેઓને બસની બંને સાઇડની સીટો વચ્ચેની જગ્યામાં સૂઇ ગયા હતા. જેની જાણ થતાં 108 સર્વિસને જાણ કરાઇ હતી.

ત્યારબાદ 108 ઇમરજન્સી સેવાને ફોન કરતા બાવળાના 108ના પાઇલોટ ભરતભાઇ રાઠોડ, ઇએમટી વરૂણભાઇ સાણંદ ચોકડીએ પહોંચી મૃદુલાબેનને 108માં લઇને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સરકારી દવાખાને લાવતા વધુ સારવાર મળે તે પહેલા તેમનું મોત થવા પામ્યું હતું. જેથી તેમના સગાંને જાણ કરી બોલાવીને તેમની લાશ સોંપી હતી.

અન્ય સમાચારો પણ છે...