• Gujarati News
  • National
  • નિફ્ટી 8800 પોઇન્ટ ઉપર બંધ રહેવામાં નિષ્ફળ

નિફ્ટી 8800 પોઇન્ટ ઉપર બંધ રહેવામાં નિષ્ફળ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુએસફેડે વ્યાજદર વધારાના મુદ્દે વધુ એકવાર પારોઠના પગલાં ભર્યા છે. યુરોપિયન સેન્ટ્રલ બેન્કની નિતીવિષયક બેઠક શરૂ થઇ ગઇ છે. બેન્ક ઓફ ઇન્ગ્લેન્ડની પણ બેઠક ચાલી રહી છે. ભારતમાં પણ નાણાપ્રાધને દેશની ટોચની બેન્કોના વડાઓની પરેડ લીધી હતી અને આરબીઆઇના વ્યાજ ઘટાડા અંગે ઇશારો કર્યો છે કે, આરબીઆઇ વ્યાજદર ઘટાડા માટે ફુગાવામાં ઘટાડાને ધ્યાનમાં લેશે. આગામી તા. 4થી ઓક્ટોબરે ઉર્જિત પટેલના ગવર્નરપદે પહેલી બેઠક મળી રહી છે. તેની ભારતીય શેરબજારો ઉપર સાનુકૂળ અસર રહી હતી. છતાં નબળાં તેજીવાળાના પ્રોફીટ બુકિંગના કારણે સુધારો રૂંધાયો હતો. બીએસઇ સેન્સેક્સ ઇન્ટ્રા-ડે 366 પોઇન્ટ ઉંચકાયો હતો. પરંતુ છેલ્લે સુધારો 186.14 પોઇન્ટમાં સમેટાવા સાથે સેન્સેક્સ 28599.03 પોઇન્ટ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ટ્રા-ડે 8847.65 પોઇન્ટ થયા બાદ 8800 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી ઉપર બંધ રહેવામાં નિષ્ફળ રહ્યો હતો. નિફ્ટી છેલ્લે 37.30 પોઇન્ટના સુધારા સાથે 8779.85 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

સેન્સેક્સ પેકની 30 પૈકી 22 સ્ક્રીપ્સમાં સુધારો રહ્યો હતો. જ્યારે 8 સ્ક્રિપ્સ ઘટીને બંધ રહી હતી. તેમાં મારૂતિ 2.25 ટકા, એક્સિસ બેન્ક 2.11 ટકા, આઇટીસી 2.08 ટકા અને ઇન્ફોસિસ 1.82 ટકા સાથે મુખ્ય રહ્યા હતા. જોકે, તાતા જૂથની તાતા સ્ટીલ 2.14 ટકા અને તાતા મોટર્સ 1.50 ટકા ઘટ્યા હતા. એફએમસીજી, આઇટી, ટેકનોલોજી, ઓઇલ અને ટેકનોલોજી શેર્સમાં પણ સંગીન સુધારાની ચાલ રહી હતી. જોકે, મેટલ્સમાં ઢીલાશ રહી હતી.

બીએસઇ ખાતે ટ્રેડેડ કુલ 2934 પૈકી 1323 સ્ક્રીપ્સમાં સુધારો અને 1417 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ નકારાત્મક રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ સાવચેતીનું રહ્યું હતું. ગુરુવારે સાંજે પેટ્રોલ-ડિઝલના ભાવો વધ્યાના અહેવાલો પાછળ ઓઇલ માર્કેટિંગ કંપનીઓના શેર્સમાં પણ સુધારાની ચાલ રહી હતી. ફોરેક્સ માર્કેટમાં આજે ડોલર સામે રૂપિયો 4 પૈસા મજબૂત બનીને 66.98 બંધ રહ્યો હતો. ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કેવા ફેરફારો કરે છે તેના પર વૈશ્વિક બજારોની નજર કેન્દ્રિત થઇ છે.

એફઆઇઆઇની આજે રૂ. 660.59 કરોડની નેટ ખરીદી રહેવા સામે સ્થાનિક સંસ્થાઓની રૂ. 213.13 કરોડની નેટ વેચવાલી રહી હોવાનું બીએસઇના પ્રોવિઝનલ આંકડાઓ દર્શાવે છે.

એફઆઇઆઇની ફરી પોઝિટિવ ખરીદી

ઇન્ટ્રા-ડે: સેન્સેક્સ 366 પોઇન્ટ ઊછળ્યા બાદ વધ્યા મથાળેથી 180 પોઇન્ટ ઘટી અંતે 111 વધ્યો

કંપની બંધ ઘટાડો

નેશ.એલ્યુ 44.603.57

હિન્દઝીંક 212.402.81

સેઇલ46.652.30

તાતાસ્ટીલ 359.05-2.14

જિંદાલસ્ટીલ 81.452.10

કંપની બંધ સુધારો

ઓઇલ400.852.14

આઇઓસી569.752.01

ઓએનજીસી251.301.39

બીપીસીએલ576.651.36

રિલાયન્સ1075.651.24

કંપની બંધ સુધારો

થીરૂઅરુરન70.807.80

મવાણાસુગર્સ 55.656.92

ત્રિવેણીસુગર 55.506.63

દ્વારીકેશ256.555.95

બલરામચીની107.054.54

મેટલ્સ: મંદીની મોકાણ

ઓઇલ શેર્સમાં સુધારો

FMCG: મજબૂતી વધી

} સાપ્તાહિક સ્થિતિ |સાપ્તાહિક ધોરણે સેન્સેક્સમાં 198 પોઇન્ટનો ઘટાડો જ્યારે નિફ્ટીમાં 87 પોઇન્ટનો ઘટાડો રહ્યો હતો. જે દર્શાવે છે કે, છેલ્લા બે સપ્તાહની સુધારાની ચાલમાં રૂકાવટ wઆવી હતી.

}વૈશ્વિક શેરબજારો |ઇસીબીની બેઠક પૂર્વે યુરોપિયન શેરબજારોમાં વલણ ઢીલું રહ્યં હતું. જ્યારે એશિયામાં જાપાન, હોંગકોંગમાં આકર્ષક સુધારો અને ચીનમાં સાધારણ નરમાઇનો ટ્રેન્ડ રહ્યો હતો.

}ફોરેક્સ માર્કેટ |સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 4 પૈસાના સાધારણ સુધારા સાથે 67ની સપાટી નીચે 66.997ની સપાટીએ બંધ રહ્યો હતો. બેન્કોની દરમિયાનગીરી-FIIની ઇક્વિટીમાં ખરીદીથી રૂપિયામાં સુધારો રહ્યો હોવાનું નિષ્ણાતો જણાવે છે.

}જીએમઆર ઇન્ફ્રા 4 ટકા તૂટ્યો |કંપનીની ખોટ અનેકગણી વધી રૂ. 123.1 કરોડની નોંધાવાના પગલે શેર 3.50 ટકા તૂટી રૂ. 13.80ની સપાટીએ બંધ રહ્યો હતો. ઇન્ટ્રા-ડે 4.47 ટકાનું ગાબડું પડ્યું હતું.

}ઓરિએન્ટ પેપર 3 ટકા તૂટ્યો |કંપનીએ તેના કન્ઝ્યુમર ઇલેક્ટ્રીક ડિવિઝનને ડિમર્જ કરવાની કરેલી જાહેરાતથી શેર 2.76 ટકા ઘટી રૂ. 77.40 બંધ હતો.

સાપ્તાહિક ધોરણે સેન્સેક્સં 198 પોઇન્ટ જ્યારે નિફ્ટીમાં 87 પોઇન્ટનો ઘટાડો

અન્ય સમાચારો પણ છે...