• Gujarati News
  • National
  • દિવ્યાંગ પેસેન્જરને અમદાવાદ સ્ટેશને ‘યાત્રી મિત્ર’ સેવા મળશે

દિવ્યાંગ પેસેન્જરને અમદાવાદ સ્ટેશને ‘યાત્રી મિત્ર’ સેવા મળશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિવ્યાંગઅને વડીલ મુસાફરોને રેલવે સ્ટેશન પર વ્હીલ ચેર, બેટરી સંચાલિત કાર્ટ માટે હવે લાંબી લાઈનમાં ઉભા રહેવાની કે રાહ જોવાની જરૂર નહીં રહે. સ્ટેશન પર પહોંચતા તેમને યાત્રી મિત્ર દ્વારા તત્કાલ સેવા પુરી પાડવામાં આવશે. જો કે સુવિધા મેળવવા માટે પેસેન્જરે મિનિમમ ચાર્જ ચુકવવો પડશે.

રેલવે બોર્ડે સ્ટેશન પર સુવિધા માટે આઈઆરસીટીસીને આદેશ અપાયો છે. આઈઆરસીટીસી દ્વારા અથવા તેના દ્વારા નક્કી કરાયેલી એજન્સીની મદદથી સ્ટેશન પર યાત્રી મિત્રની સુવિધા શરૂ થશે. યાત્રી મિત્રની સુવિધા મેળવવા ઇચ્છતા દિવ્યાંગ કે વડીલ પેસેન્જરોએ આઈઆરસીટીસીની ઇ-ટિકિટ વેબસાઈટ પર કે 139 નંબર પર ફોન કરી કે એસએમએસ દ્વારા યાત્રી મિત્રની સુવિધા મેળવી શકશે.

વધુમાં સેન્ટર ફોર ઇન્ફર્મેશન સિસ્ટમ (ક્રિસ) મોબાઈલ એપ પણ તૈયાર કરશે. અધિકારીઓના જણાવ્યા મુજબ યાત્રી મિત્રની સુવિધા મેળવવા માટે પેસેન્જરે પોતાનો પીએનઆર નંબર, ટ્રેન નંબર, સીટ નંબર, કોચ નંબર, મોબાઈલર નંબર અને નામ જેવી માહિતી આપવી પડશે. ત્યારબાદ પેસેન્જરને યાત્રી મિત્રનો મોબાઈલ નંબર મોકલવામાં આવશે જેની મદદથી તેનો સંપર્ક થઈ શકે. ટ્રેનના સમયે સ્ટેશન પર પહોંચ્યા બાદ યાત્રી મિત્ર દ્વારા જરૂરિયાતમંદ પેસેન્જરોને વ્હીલચેર, બેટરી સંચાલિત કાર્ટ કે સ્ટેચર સહિતની સુવિધા પુરી પાડવામાં આ‌વશે.

સિનિયર સિિટઝન પણ નિયત ચાર્જ ચૂકવી લાભ લઈ શકશે

અન્ય સમાચારો પણ છે...