• Gujarati News
  • National
  • અમદાવાદ સહિત રાજ્યમાં હળવા વરસાદની શક્યતા

અમદાવાદ સહિત રાજ્યમાં હળવા વરસાદની શક્યતા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાંપ્રવર્તતા ઉત્તર-પશ્ચિમથી ઉત્તરનાં પવનોને કારણે આગામી ચારથી પાંચ દિવસો દરમિયાન અમદાવાદ સહિત રાજયનાં વિવિધ વિસ્તારોમાં વરસાદથી ઝાપટાથી લઇને હળવા વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યકત કરી છે. ગુરુવારે અમદાવાદ સહિત રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં હળવા વરસાદથી લઇને મધ્યમ વરસાદ પડતાં ગરમીનાં પ્રમાણમાં ઘટાડો નોંધાયો હતો. સમગ્ર રાજ્યમાં 39.4 ડિગ્રી સાથે કંડલા એરપોર્ટમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી.

ગુરુવારે અમદાવાદનાં વિવિધ વિસ્તારોમાં મોડી સાંજે વરસાદી ઝાપટા પડતાં વાતાવરણમાં ઠંડક વધી હતી. શુક્રવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 36.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26.0 ડિગ્રી નોંધાયુ હતું.

શહેરમાં કાળઝાળ ગરમીનાં પ્રમાણમાં ઘટાડો નોંધાયો હતો પણ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતાં લોકોએ ભારે બફારાનો અનુભવ કર્યો હતો.

આગામી ચારથી પાંચ દિવસો દરમિયાન શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા કે ઝાપટા પડવાની શક્યતા છે.

ગુરુવારે વરસાદ પડતાં શહેરમાં થોડી ઠંડક પ્રસરી

અન્ય સમાચારો પણ છે...