• Gujarati News
  • National
  • જીવદયા પ્રેમી દ્વારા પક્ષીઓ માટે માળા અને ચબૂતરા બનાવવાની ઝુંબેશ

જીવદયા પ્રેમી દ્વારા પક્ષીઓ માટે માળા અને ચબૂતરા બનાવવાની ઝુંબેશ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલમાં વિવિધ સ્થળો પર વૃક્ષોને કાપવામાં આવી રહ્યા છે, ત્યારે પક્ષીઓ તેમનું ઘર ખોઈ ચૂક્યા છે. ઠેર-ઠેર પક્ષીઓને દાણા તથા પાણી તો મળી જાય છે. પણ રહેવા માટે આશરો મળતો નથી. આવામાં ઈન્દ્રમાણા અમીઝારા જીવરક્ષા અભિયાન દ્વારા સિટીના વસંતભાઈ શહેરમાં તથા અન્ય ગામોમાં પરિભ્રમણ કરીને લોકોને પક્ષીઓના માળા બનાવવા માટે જાગૃત કરે છે. ગામના લોકો તેમની મરજી મુજબનો ફાળો આપે છે અને ત્યારબાદ ત્યાં સારી જગ્યા શોધીને પક્ષીઓ માટે ચબૂતરો બનાવવામાં આવે છે. જ્યાં 100થી વધુ પક્ષીઓ આરામ કરી શકે છે. અત્યાર સુધી વસંત કાકાએ તેમની ટીમ સાથે મળીને આબલુણ, જાખેલ, ખારીયા, નાથપુરા, દેવદરબાર, સીરવાડા, નાયકા, સાપરા, ભદ્રેવાડી, મરિવાડા, મોમાઈમોર, સ્પેલા રોડ, કઠવાડા વગેરે જગ્યાએ આ પ્રકારના ચબૂતરા બનાવ્યા છે.

આ પ્રકારના ચબૂતરા બનાવામાં આવ્યા

અન્ય સમાચારો પણ છે...