• Gujarati News
  • National
  • ઓસિ. સ્ટુડન્ટ્સે પીરાણામાં ઘન કચરાના નિકાલની વ્યવસ્થાનો અભ્યાસ કર્યો

ઓસિ. સ્ટુડન્ટ્સે પીરાણામાં ઘન કચરાના નિકાલની વ્યવસ્થાનો અભ્યાસ કર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેન્ટ્રલ ક્વીન્સલેન્ડ યુનિવર્સિટી ઓસ્ટ્રેલિયાના સાયન્સ એન્ડ ટીચર એજ્યુકેશનમાં સ્નાતક ડિગ્રીનો અભ્યાસ કરી રહેલા 20 વિદ્યાર્થીઓ તથા બે ફેકલ્ટીઝનું જૂથ તાજેતરમાં અમદાવાદનું મહેમાન બન્યું હતું. ઓસ્ટ્રેલિયાના આ ગ્રૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, પિરાણા ડમ્પિંગ સાઈડ જેવા સ્થળોની મુલાકાત લઈને પર્યાવરણમાં અવરોધરૂપ સાબીત થતી વસ્તુઓના નિકાલ માટેના પ્રયાસોનો અભ્યાસ કર્યો હતો. આ વિદ્યાર્થીઓએ થોળ પક્ષી અભયારણ્ય અને સુંદરવન, નેચર ડિસ્કવરી સેન્ટર વગેરે સ્થળોની મુલાકાત લઈને શહેરની પર્યાવરણીય સુંદરતા માણી હતી. શહેરમાં વધી રહેલા બિલ્ડિંગોની વચ્ચે પણ શ્વાસ લઈ રહેલા આ પર્યાવરણને બચાવવા માટે કયા પ્રકારનો પ્લાન બનાવી શકાય તેનું સ્ટુડન્ટસ દ્વારા એનાલિસિસ કરવામાં આવ્યુ હતુ.

વિદ્યાર્થીઓએ AMC મુલાકાત પણ લીધી હતી અને ઘન કચરા વ્યવસ્થાપન (SWM) સાથે સંકળાયેલા અધિકારીઓને પણ મળીને શહેરી કચરા નિકાલ વ્યવસ્થા અંગે જાણકારી મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...