• Gujarati News
  • National
  • દિવ્યાંગોને ભણાવતા શિક્ષકો માટે દેશની પ્રથમ ‘હેન્ડબુક’બનાવાઈ

દિવ્યાંગોને ભણાવતા શિક્ષકો માટે દેશની પ્રથમ ‘હેન્ડબુક’બનાવાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાંભળી અને બોલી ન શકનારા દિવ્યાંગ વિદ્યાર્થીઓને સેક્સ એજ્યુકેશન, લાગણીઓ, બોડીમાં આવતા ચેન્જ જેવા વિષયો પર એજ્યુકેટ કરવું ખૂબ અઘરું હોય છે. તેમાં પણ આવા બાળકોને ભણાવતા શિક્ષકોને તેમાં વધારે તકલીફ પડતી હોય છે. આ સમસ્યાના સમાધાનરૂપે સેન્સ ઈન્ડિયા દ્વારા અંધબધિર બાળકોને ભણાવતા શિક્ષકો માટે ઈન્ડિયાની સૌ પ્રથમ‘હેન્ડબુક’બનાવી છે. આ હેન્ડબુક મારફતે શિક્ષકો અંધબધિર બાળકોને ભણાવવાની ટેકનિક સ્ટાઈલ અને વિવિધ ઈક્યુમેન્ટ વિશે માહિતી મેળવી શકશે.

દિવ્યાંગોની દેશભરમાં આવેલી શાળ‌ામાં અપાશે બુક
સેન્સ ઈન્ડિયા દ્વારા સર્વ શિક્ષા અભિયાન સાથે મળીને ભારતની તમામ અંધબધિર શાળ‌ાઓમાં બાળકોને ભણાવતા શિક્ષકો માટે હેન્ડબુક મોકલવામાં આવશે. હેન્ડબુકની સાથે વિદ્યાર્થીઓને કેવી રીતે સ્ટડી કરાવવી તેના પ્રેક્ટિકલ સેશન પણ ડિઝાઈન કરવામાં આવશે. સેન્સ ઈન્ડિયાના સ્થાપક અને ડિરેક્ટર અખિલ પોલે કહ્યું કે, ‘હેન્ડબુક દ્વારા અંધબધિર બાળકોને ભણાવતા શિક્ષકો હવે વધારે વધારે સારી રીતે ભણાવી શકશે. અભ્યાસક્રમ દ્વારા અમારો ઉદ્દેશ અંધ-બધિરતા ધરાવતા વિવિધ ઈન્દ્રિયોની ક્ષતિ ધરાવતા બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનો છે. આ પ્રકારે અંધબધિર બાળકોને ભણાવતા શિક્ષકોને માર્ગદર્શન આપતી આ ભારતની સૌ પ્રથમ બુક છે.’

અન્ય સમાચારો પણ છે...