• Gujarati News
  • National
  • વિદ્યાર્થીઓએ રમકડાં અને ઘરમાં પડેલા ઈલેક્ટ્રિક ગેજેટમાંથી બનાવ્યાં રોબોટ્સ

વિદ્યાર્થીઓએ રમકડાં અને ઘરમાં પડેલા ઈલેક્ટ્રિક ગેજેટમાંથી બનાવ્યાં રોબોટ્સ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાયન્સ સિટી હંમેશા વિજ્ઞાન ઉત્સુક લોકોને માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. દરરોજ હજારોની સંખ્યામાં મુલાકાતિઓની જ્ઞાન જિજ્ઞાસાને સાયન્સ સિટી પોષતું રહ્યું છે. ગિર ફાઉન્ડેશનના ‘ડિસ્ટ્રીક યંગ એકો ગ્રૂપ’ દ્વારા સાયન્સ સિટીની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં ગ્રૂપ માટે રોબોટિક્સ વર્કશોપનું આયોજન સાયન્સ સિટી દ્વારા કરવામાં આવ્યું હતું. ગ્રૂપ એક્ટિવિટી દરમિયાન વિદ્યાર્થીઓએ રોબોટ્સના પાર્ટ્સ એસેમ્બલ કર્યા હતા.

વર્કશોપમાં સમજાવાયું રુટિન વસ્તુઓમાંથી પણ રોબોટ બનાવી શકાય
રમકડાંની કાર, બેટરી અને અન્ય ઈલેક્ટ્રિક ગેજેટની મદદથી તમે રોબોટ એસેમ્બલ કરી શકો છો. સાયન્સ સિટી ખાતે યોજાયેલા વર્કશોપમાં વિદ્યાર્થીઓને રોબોટ એસેમ્બલ કીટની સાથે ઘરમાં કચરો સમજીને યુઝ ન કરી શકાતી વસ્તુઓથી પણ રોબોટ બનાવનાની તાલિમ આપવામાં આવી હતી.

એસેમ્બલ કર્યા સ્મોલ ને લાર્જ સ્કેલ રોબોટ
રોબોટ કીટની મદદથી વિદ્યાર્થીઓ સ્મોલ અને લાર્જ સ્કેલના રોબોટ ઈનોવેટ કર્યા હતા. રોબોટનું કંટ્રોલ પેનલ અને પ્રોગ્રામિંગ કઈ રીતે કરી શકાય રિમોટ કંટ્રોલની ભૂમિકાજેવા રોબોટ રિલેટડ પ્રશ્નોનું સાયન્સ સિટીના એક્સપર્ટ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું.

અન્ય સમાચારો પણ છે...