• Gujarati News
  • National
  • ઘોડાસર ટીપી 64ને લીલીઝંડી વિભાજન કરી ડેવલપ કરાશે

ઘોડાસર ટીપી-64ને લીલીઝંડી વિભાજન કરી ડેવલપ કરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના દક્ષિણ ઝોનમાં આવેલ ટી.પી. સ્કીમ નં- 64 (ઘોડાસર -2)નું વિભાજન કરીને ડેવલપ કરવાનું ટાઉન પ્લાનિંગ કમિટીમાં મંજૂર કરાયું છે. કેટલાંક વર્ષથી આ ટી. પી. સ્કીમના ડેવલપમેન્ટની મેટર કોર્ટમાં પેન્ડિંગ છે અને તેથી આ ટી.પી. માટે સ્પ્લીટ અપ યોજનાને લીલીઝંડી આપીને વિવાદી ભાગ સિવાયની ટી.પી. ડેવલપ કરાશે.

ટી.પી. કમિટી ચેરમેન રશ્મિકાંત પટેલે કહ્યુંં કે, ટી. પી. સ્કીમ નં-64 (ઘોડાસર-2 )ને સ્પ્લીટ કરીને ડેવલપ કરવાનો કમિટીમાં નિર્ણય લેવાયો છે. આ ટી. પી. સ્કીમના 7-12ના ઉતારામાં કોર્પોરેશન, પારસી પંચાયત, અન્ય પક્ષકારોનું સંયુક્ત માલિકી દર્શાવાઈ છે. આ ટી. પી. સ્કીમમાં એક પક્ષકાર પારસી અગિયારી પંચાયત દ્વારા હાઈકોર્ટમાં દાદ મગાઈ છે અને તેથી આ અંગે કોર્ટના ચુકાદો આવે ત્યાં સુધી આખી ટી. પી. સ્કીમનું ડેવલપમેન્ટ ન થઈ શકે. તેથી આ ટી.પી.-64ને ધોડાસર- 64-2 -અ, ઘોડાસર-2-બ એમ બે ભાગમાં વિભાજિત કરાશે.

અન્ય સમાચારો પણ છે...