• Gujarati News
  • National
  • ધોળકામાં સ્વાઇન ફ્લુના 5 થી વધુ કેસો જણાતા ગ્રામજનો ભયભીત

ધોળકામાં સ્વાઇન ફ્લુના 5 થી વધુ કેસો જણાતા ગ્રામજનો ભયભીત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતસ્વાઇન ફ્લુનાં મૃત્યુ આંક બાબતમાં બીજાક્રમે પહોંચી ગયું છે. ત્યારે હવે ધીમે ધીમે રોગમાં સપડાયેલા દર્દીઓમાં મૃત્યુઆંક ઘટી રહ્યો છે ધોળકામાં હાલ પાંચથી વધુ કેસો આવતાં ગ્રામજનોમાં ભયનું મોટું ફરી વળ્યું છે. ધોળકાના ડો. એમ.જી. મોમીનનાં જણાવ્યાં અનુસાર દરરોજ બે કેસો દવાખાનામાં આવે છે અને તેને વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં મોકલીએ છીએ. ડો. મહેશભાઈ ઠક્કરનાં જણાવ્યાં મુજબ હાલ વાતાવરણમાં ફેરફાર ત‌ાનાં કારણે વાયરલ જલ્દીથી સક્રિય બને છે. અને તુરંત દર્દીનાં સંપર્કમાં આવવાની તેને સ્વાઇન ફ્લુની અસર થાય છે. પરિણામે અહીં સ્વાઇન ફ્લૂની અસર દર્દીમાં વધતાં અમારે તુરંત અમદાવદાની હોસ્પિટલમાં ખસેડવા પડે છે.

ફ્લુનો વાયરલ ચેપ લાગતો હોવાથી દર્દીઓનાં નજીકના સગાવ્હાલાઓ ઉપર પણ સતત મોનીરેટિંગ કરવામાં આવી રહ્યું છે. 500 જેટલા વ્યક્તિઓને ઓસેલ્ટામીવીર યાને ટેમી ફ્લૂ દવા આપવામાં આવી છે. તેમ પણ સૂત્રો જણાવી રહ્યા છે. ભાદરવી પૂનમ અંબાજીનાં મંદિરે ઊજવવા જતાં પદયાત્રીઓને સ્વાઇન ફ્લુનું જોખમ રહેલું હોઈ બેનર પત્રિકા મારફતે જાગૃત કરાઈ રહ્યા છે. હાલ સ્થાનિક સંસ્થાઓ દ્વારા ઉકાળાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઘરે-ઘરે જઈને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...