તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કોને કયો એવોર્ડ મળ્યો? }બેસ્ટડેકોરેશન રણ ઉત્સવ અને ટૂરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત }ગ્રુપ પાર્ટિસ

કોને કયો એવોર્ડ મળ્યો? }બેસ્ટડેકોરેશન- રણ ઉત્સવ અને ટૂરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત }ગ્રુપ પાર્ટિસિપેશન - હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર ટૂરિઝમ }ન્યૂ હેરિટેજ ડેસ્ટિનેશન પ્રમોશન - પંજાબ હેરિટેજ...

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યસહિત દેશના વિવિધ રાજ્યોના ટુરિઝમને વેગ આપતાં ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેર (ટીટીએફ)નું સમાપન થયું છે. ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલમાં રવિવારે ત્રણ દિવસીય ફેરનું સમાપન થયું હતું. અંતિમ દિવસે અલગ-અલગ 30 જેટલા એવોર્ડ એનાયત કરાયા હતાં. જેમાં વેલ્યુઅબલ લેઝર પ્રોડક્ટ, બેસ્ટ ડેકોરેશન સ્મોલ એન્ડ બિગ પેવેલિયન, મોસ્ટ પ્રોમિસિંગ ન્યૂ ડેસ્ટિનેશન એવોર્ડ અને ગ્રુપ પાર્ટિસિપેશન એવોર્ડનો સમાવેશ થયો હતો. સિટીમાં યોજાયેલા ફેરમાં 21 રાજ્યોએ ભાગ લીધો હતો. જેમાં દિલ્હી, ગોવા, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, કર્ણાટકા, કેરાલા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પંજાબ, રાજસ્થાન, સિક્કીમ, તેલંગાણા, ત્રિપુરા, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ ઉપરાંત યજમાન રાજ્ય ગુજરાતનો પણ સમાવેશ થાય છે.

ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના કમિશનર ઓફ ટુરિઝમ જેનુ દેવને કહ્યું કે,‘ટીટીએફ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઉદ્યોગનું સૌથી મોટું પ્રદર્શન છે. દર વર્ષે તે દરેક મોટા શહેરોના ટ્રાવેલ અને ટ્રેડને માર્કેટીંગ અને નેટવર્કની ઉત્તમ તક માટેનું પ્લેટફોર્મ પૂરૂ પાડે છે. ટીટીએફ જેવા ઉત્તમ પ્રકારના પ્રદર્શનનો હિસ્સો બનીને ટીસીજીએલને ગુજરાતની ભવ્યતાને પ્રદર્શિત કરવાનીતક મળી છે.’ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક સંદેશમાં કહ્યું કે,‘મને ખાત્રી છે કે ગુજરાતના અમદાવાદ અને સુરતમાં યોજાતો ટીટીએફ ટૂર ઓપરેટર્સ અને પ્રવાસીઓ બંનેને માટે લાભદાયી બની રહેશે. પ્રકારના ફેરથી પ્રવાસનની તકો વધે છે, આમ પણ ગુજરાતની વાત કરીએ તો પ્રવાસન ઉદ્યોગ પણ વધ્યો છે ત્યારે આગામી દિવસોમાં પ્રકારની પ્રવૃત્તિઓથી રાજ્યને વધુમાં વધુ ફાયદો થશે.’

Tourism Fair

અન્ય સમાચારો પણ છે...