તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સીજી રોડ પરની હોટેલમાં દારૂની મહેફિલ, 7 ઝડપાયા

સીજી રોડ પરની હોટેલમાં દારૂની મહેફિલ, 7 ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સીજીરોડ ઉપર આવેલી હોટલ રિજન્ટના રૂમમાં દારૂની મહેફિલ માણી રહેલા 7 પુરુષ અને એક યુવતીની નવરંગપુરા પોલીસે શનિવારે મોડી રાતે ધરપકડ કરી હતી. પકડાયેલા તમામ પુરુષો ટ્રાવેલનો ધંધો કરતા અને ગુજરાત બહારના વેપારીઓ હતા. તેઓ ટૂર ઓપરેટરોની કોન્ફરન્સમાં હાજરી આપવા માટે અમદાવાદ આવ્યા હતા. જ્યારે તેમની સાથે રૂમમાંથી પકડાયેલી યુવતીએ તો દારૂ પીધો હતો. પરંતુ રૂમમાં સાથે હોવાથી તેની મહેફિલના કેસમાં ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસનું કહેવું છે.

હોટલ રિજન્ટના રૂમ નંબર- 407 માંથી પકડાયેલા 7 પુરુષોમાં અસીમ સિદ્દિકી(32)(દિલ્હી), હર્ષદ દેવરાજ વર્મા(25)(દિલ્હી), અકિલ કાલિયા(32)(હિમાચલ પ્રદેશ), રણજિતસિંહ મેયરસિંહ(49)(દિલ્હી), રોહિતભાઇ શર્મા(31)(રાજસ્થાન), ફરીદખાન હનીફખાન(28)(દિલ્હી), ભીમસિંગ ચૌહાણ(37)(રાજસ્થાન)નો સમાવેશ થાય છે. જ્યારે ફિનલ આશવાની(24)(જીવરાજ પાર્ક) જરૂરી કાગળો આપવા આવી હતી. પરંતુ તે સમયે નવરંગપુરા પોલીસે દરોડો પાડતા ફિનલની મહેફિલના ગુનામાં ધરપકડ કરી હતી.

જો કે ફેનિલે દારૂ પીધો નહીં હોવાનું નવરંગપુરા પીઆઈ આર.વી.દેસાઇએ જણાવ્યું હતું. મોડી રાતે પકડાયેલા 8 જણાંને પોલીસે કોર્ટમાં રજૂ કરતા તેઓ જામીન ઉપર મુક્ત થયા હતા. જો કે જે રૂમમાં વેપારીઓ દારૂ પી રહ્યા હતા તે રૂમ ફરીદખાને બુક કરાવ્યો હતો.

એક યુવતીનો સમાવેશ, યુવતીએ દારૂ પીધો હતો

ટૂર ઓપરેટરની કોન્ફરન્સમાં આવ્યા હતા

અન્ય સમાચારો પણ છે...