• Gujarati News
  • National
  • ગાલેમાં ગરજ્યો ‘ગબ્બર’, અનોખો રેકોર્ડ બનાવ્યો

ગાલેમાં ગરજ્યો ‘ગબ્બર’, અનોખો રેકોર્ડ બનાવ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતના 7 બેટ્સમેનો 190થી 200ના સ્કોર વચ્ચે આઉટ થયા છે. છેલ્લે લોકેશ ઇંગ્લેન્ડ સામે 199એ આઉટ થયો હતો.

એક સેશનમાં સર્વાધિક રન ફટકારવાના સેહવાગના રેકોર્ડથી વંચિત રહ્યો

ધવનેપ્રારંભિક તબક્કામાં 126 રન બનાવ્યા હતા. તે શ્રીલંકા સામે એક તબક્કામાં સૌથી વધારે 133 રન બનાવવાના રેકોર્ડથી માત્ર આઠ રન દૂરી રહ્યો હતો. સેહવાગે 2009માં બ્રેબોર્ન ખાતે શ્રીલંકા સામે 133 રન બનાવ્યા હતા. જોકે ધવને વીવીએસ લક્ષ્મણે 2000માં સિડની ખાતે ઓસ્ટ્રેલિયા સામે એક સેશનમાં નોંધાવેલા 121 રનના રેકોર્ડનો તોડી નાખ્યો હતો.

શિખર ધવને ત્રીજી ફાસ્ટેસ્ટ સદી ફટકારી

ધવને ગાલે ટેસ્ટના પ્રથમ દિવસે બુધવારે 190 રન બનાવ્યા હતા. શ્રીલંકામાં તેની બીજી ટેસ્ટ છે. તેણે 2015ના ઓગસ્ટમાં ગાલે ખાતે 134 રનની ઇનિંગ્સ રમી હતી. ત્યારબાદ અંગૂઠામાં થયેલી ઇજાના કારણે તે શ્રેણીમાંથી બહાર થઇ ગયો હતો. ધવન શ્રીલંકામાં પોતાની પ્રથમ બે ટેસ્ટમાં સદી નોંધાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે.

આક્રમકઅંદાજમાં તોફાની સદી

ધવનેભારતને ઝડપી શરૂઆત કરી આપી હતી અને તેણે માત્ર 110 બોલમાં 16 બાઉન્ડ્રી વડે સદી પૂરી કરી હતી. તેની ત્રીજી ફાસ્ટેસ્ટ સદી છે. અગાઉ તેણે 2013માં ઓસ્ટ્રેલિયા સામે 85 બોલમાં અને બાંગ્લાદેશ સામે 101 બોલમાં સદી ફટકારી હતી. તેની કુલ પાંચ સદીમાંથી બે સદી ગાલેમાં નોંધાયેલી છે.

સર્વાધિકવ્યક્તિગત સ્કોર નોંધાવ્યો

ધવનભલે બેવડી સદીથી વંચિત રહ્યો હોય પરંતુ તેણે પોતાનો વ્યક્તિગત ટેસ્ટ સ્કોર નોંધાવ્યો છે. ધવન 190 રન બનાવીને આઉટ થયો હતો. પહેલાં ટેસ્ટ ક્રિકેટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 187 રનનો હતો જે તેણે પોતાની પ્રથમ ટેસ્ટમાં 2013ના માર્ચમાં ઓસ્ટ્રેલિયા સામે નોંધાવ્યો હતો.

ધવનની પાંચમાંથી બે સદી શ્રીલંકા સામે, બંને સદી ગાલેમાં નોંધાઇ છે, પોતાના હાઇએસ્ટ સ્કોર 187ને વટાવ્યો

અન્ય સમાચારો પણ છે...