મૃતકોમાં 7 પુરુષ, 6 મ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ | પાલનપુર /અમદાવાદ/ગાંધીનગર | બનાસકાંઠામાં બુધવારે વરસાદનું જોર ઘટતાં પૂરથી થયેલી જાનહાનિનો ચિતાર સામે અાવ્યો હતો. કાંકરેજ તાલુકાના ખારિયા ગામના એક પરિવારના 15 લોકોની લાશો મળી આવતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. 6 ભાઇઓ સહિત 15 જણાનો પરિવાર અહીં છાપરામાં રહેતો હતો. 2 દિવસ પૂર્વે 10 ફૂટ કરતાં વધારે પાણી ભરાઇ જતાં તેઓ તણાઇ ગયા હતા. બુધવારે રાહત કામગીરી દરમિયાન તમામ લોકોની લાશો રૂની નદીમાં મળી આવી હતી.


મૃતકોમાં 7 પુરુષ, 6 મહિલા, 2 બાળકો સામેલ છે. મૃતકોનું પીએમ થરા હોસ્પિટલમાં કરાયું હતું. સિવાય પણ નદીના પટમાંથી વધુ 8 લોકોની લાશ મળી આવી હતી. ધાનેરા તાલુકામાં પૂરથી અત્યાર સુધી 16 લોકોનાં મોત થયાનું બહાર આવ્યું છે. તંત્રએ 10 લોકોના મોતની પુષ્ટિ કરી છે. ધાનેરાના બારોટવાસમાં જેસીબીથી મકાનની છત તોડી બ્રાહ્મણ કુટુંબના સભ્યોની લાશ બહાર કઢાઇ હતી. રેલવે સ્ટેશન વિસ્તારમાં માળી પરિવારના પતિ-પત્ની સહિત 3 જણા મોતને ભેટ્યા હતા. પૂરના કારણે મોતને ભેટેલા લોકોનો મૃત્યુઆંક 50 થઇ ગયો છે.

બુધવારે પૂરના પાણી ઘટતાં ખારિયા ગામના લોકોએ લાશો જોઇ હતી. સવારે 11 કલાકે પાલનપુર કંટ્રોલ રૂમમાં મેસેજ મળતાં હડકંપ મચી ગયો હતો.

...અનુસંધાન પાનાં નં.15

તાત્કાલિક ટીમ કાંકરેજ રવાના કરાઇ હતી. જ્યાં એક પછી એક લાશો બહાર કઢાઇ હતી.

બુધવારે આર્મી, એનડીઆરએફ અને અન્ય બચાવ ટીમોએ વધુ 800 લોકોને બચાવ્યા હતા. 7 હેલિકોપ્ટરથી રાહત અને બચાવની કામગીરી કરાઇ રહી છે. અસગ્રસ્ત વિસ્તારોમાં 3 લાખથી વધુ ફૂડપેકેટનું વિતરણ કરાયું છે. પાટણ જિલ્લામાં 1836 પૂરપીડિતોને સલામત સ્થળે પહોંચાડાયા હતા. આર્મીએ અત્યાર સુધી 2700થી વધુ લોકોને બચાવ્યાં છે અને 22,750 લોકોનું સ્થળાંતર કરાયું છે.

દરમિયાનમાં બનાસકાંઠા જિલ્લામાં પુરે ભારે તારાજી સર્જી છે અને બુધવારે અનેક વિસ્તારોમાંથી માનવ મૃતદેહો મળી આવ્યા હોવાના અહેવાલો છે ત્યારે સરકારી ચોપડે બનાસકાંઠા જિલ્લામાં અત્યારસુધીમાં માત્ર 24 લોકોના મોત થયા હોવાનું નોંધાયું છે. સીઝનમાં સમગ્ર રાજ્યમાં 101 લોકોના મોત થયા છે. બનાસકાંઠા સહિત વિવિધ વિસ્તારમાં પુરમાં હજુ અનેક લોકો ફસાયા છે પરંતુ ક્યા વિસ્તારમાં કેટલા લોકો ફસાયેલા છે તેની માહિતી ટેક્નોલોજીના યુગમાં પણ રાજ્ય સરકાર પાસે નથી જેના કારણે બચાવ કાર્ય ક્યારે પુર્ણ થઇ શકશે તે કહેવું મુશ્કેલ છે. જોકે, રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રયત્નનો દાવો થઇ રહ્યો છે અને ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટરો પુરતા હોવા છતાં બચાવ કાર્યમાં અવરોધ આવ્યો હોવાનું સરકારે સ્વીકાર્યું છે.

મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, છેલ્લા દિવસમાં ભારે વરસાદને પગલે સમગ્ર રાજ્યનું વહીવટી તંત્ર બચાવ- રાહતની કામગીરી ખડેપગે કરી રહ્યું છે.

ભારે વરસાદને કારણે આજની તારીખે 5 નેશનલ હાઇ વે સહિત સમગ્ર રાજ્યમાં કુલ 702 જેટલા રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ છે. બીજીતરફ પુરની સ્થિતિ વચ્ચે વીજ પુરવઠો ખોરવાઇ જવાને કારણે 478 ગામોમાં અંધારપટ છવાયો છે. બનાસકાંઠામાં 379 અને પાટણમાં 87 ગામોમાં વીજળી નથી.

ભારે વરસાદ અને ઉપરવાસના પાણીને કારણે રાજ્યના 203 પૈકી 31 જળાશયો 100 ટકા ભરાયા છે.

રાજસ્થાનમાં સર્જાયેલા લો પ્રેશરની અસરોને કારણે બુધવારે પણ અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદનું જોર યથાવત રહ્યું હતું. જો કે, મધ્ય રાજસ્થાનમાં સર્જાયેલું લો પ્રેશર અને અપર એર સાયક્લોનીક સરક્યુલેશન બુધવારે આગળ વધીને ઉત્તર રાજસ્થાનમાં સ્થિર થયું છે. જેને કારણે આગામી 24થી 4 8 કલાક દરમિયાન અમદાવાદ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી મધ્યમ વરસાદ પડી શકે છે, તેમજ 28મી જુલાઇથી રાજ્યમાં વરસાદનું જોર ક્રમશ ઘટવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

સાંતલપુરના ઉંદરગઢામાં SRPની ટીમે 90 લોકોને બચાવ્યા, જેમાં 1 મહિનાનું બાળક અને તેની માતાનો પણ સમાવેશ થાય છે. અન્ય 3 લોકો બાવળ પર ટીંગાઇ રહ્યા હતા. જેઓને બચાવવા પ્રયાસો ચાલી રહ્યા છે. બચાવાયેલા લોકોનું આર્મીની ટીમ દ્વારા મેડિકલ ચેકઅપ પણ કરાયું હતું.

ઉંદરગઢા ગામે 1 મહિનાના બાળકને રેસ્ક્યૂ કરી બચાવી લેવાયું

અન્ય સમાચારો પણ છે...