Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » Ahmedabad - સિટીની એસ.આર.મેહતા આર્ટ્સ કોલેજ ઇન્ટર કોલેજ વોલીબોલ ટુર્ના.માં રનર્સ અપ

સિટીની એસ.આર.મેહતા આર્ટ્સ કોલેજ ઇન્ટર કોલેજ વોલીબોલ ટુર્ના.માં રનર્સ અપ

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:40 AM

Ahmedabad News - સિટી રિપોર્ટર cbamdavad@gmail.com હાલમાં અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન...

  • Ahmedabad - સિટીની એસ.આર.મેહતા આર્ટ્સ કોલેજ ઇન્ટર કોલેજ વોલીબોલ ટુર્ના.માં રનર્સ અપ
    સિટી રિપોર્ટર cbamdavad@gmail.com

    હાલમાં અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોની ઇન્ટર કોલેજ વોલીબોલ સ્પર્ધામાં સિટીની એસ.આર.મહેતા આર્ટ્સ કોલેજ રનર્સ અપ બની છે. જ્યારે ધોળકાની આર.ડી. શાહ આર્ટ્સ અને શ્રીમતી વી.ડી. શાહ કોમર્સ કોલેજ ચેમ્પિયન બની છે. ઇન્ટર કોલેજ વોલીબોલ ટુર્નામેન્ટમાં ભાઇઓની 41 કોલેજોની ટીમોએ ભાગ લીધો હતો. ધોળકાની આર.ડી. શાહ આર્ટ્સ અને શ્રીમતી વી.ડી. શાહ કોમર્સ કોલેજે સામે ફાઇનલમાં એસ.આર.મહેતા આર્ટ્સ કોલેજની ટીમ સળંગ ત્રણ સેટ હારતાં રનર્સ અપ બની હતી. બહેનોની વોલીબોલ સ્પર્ધામાં સિટીની સેન્ટ ઝેવિયર્સ કોલેજ રનર્સ અપ અને આર.ડી. શાહ આર્ટ્સ અને શ્રીમતી વી.ડી. શાહ કોમર્સ કોલેજ વિજેતા બની છે.

    એસ.આર. મહેતા આર્ટસ કોલેજ

    આર.ડી.શાહ અેન્ડ વી.ડી. શાહ કોમર્સ કોલેજ, ધોળકા

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ