લોકસાહિત્યકાર : રતિકુમાર વ્યાસ (1921-1990)

લોકસાહિત્યકાર : રતિકુમાર વ્યાસ (1921-1990)

DivyaBhaskar News Network

Aug 10, 2018, 02:40 AM IST
આજે લોકસાહિત્યકાર શ્રી રતિકુમાર વ્યાસનો જન્મદિવસ છે. આજના દિવસે જ સાક્ષરવર્ય ઈચ્છારામ સૂર્યરામ, કવિ સુંદરજી બેટાઈ અને અર્થશાસ્ત્રી કે.ટી. શાહનો પણ જન્મ થયો હતો. રતિકુમાર વ્યાસનું વતન અમદાવાદ પણ તેમનો જન્મ મોસાળ ગોંડલમાં થયો હતો. પિતાએ પુત્રને લોકગાયક બનાવવા માટે અમદાવાદમાં વનિતા વિશ્રામ સંચાલિત રાષ્ટ્રીય શાળામાં અભ્યાસ માટે મૂક્યા હતા. રતિકુમારે મુંબઈની સંગીતકાર નારાયણરાવ વ્યાસ એકેડેમી ઓફ મ્યુઝિકમાં ૩ વર્ષ સુધી ખંતપૂર્વક સંગીતસાધના કરી હતી. તે પછી મુંબઈમાં જ સંગીત શિક્ષક બન્યા હતા. શ્રી વ્યાસે 7 ફેબ્રુઆરી 1941 ના રોજ 5 રૂપિયાના મહેનતાણાથી મુંબઈ આકાશવાણી પર પહેલો કાર્યક્રમ રજૂ કર્યો હતો. યંગ ઇન્ડિયા ગ્રામોફોન કંપનીએ તેમની પહેલી રેકર્ડ પણ ઉતારી હતી. તે પછી અને નાટકોમાં ગાયું અને અભિનય પણ આપ્યો .‘ અલ્લા બેલી’ નાટકમાં રતિકુમાર વ્યાસે ગાયેલા ગીતો ખૂબ વખણાયા હતા.લોકસંગીતના ક્ષેત્રે દુલા ભાયા કાગ તેમના ગુરુ હતા. રતિકુમાર વ્યાસની લોકસાહિત્યની સાધનાનું જામનગર રાજ્ય, કાગધામ (મજાદર)અને દિલ્હી ગુજરાતી સમાજ દ્વારા સન્માન થયું હતું. ગુજરાતી લોકસાહિત્યના આ મર્મજ્ઞનું 12 મે 1990 ના રોજ અવસાન થયું હતું.

X
લોકસાહિત્યકાર : રતિકુમાર વ્યાસ (1921-1990)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી