તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બાવળામાં ધોળા દિવસે બંધ મકાનમાંથી રોકડા, દાગીના સાથે બે લાખની ચોરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાવળામાં ધોળા દિવસે બંધ મકાનમાંથી રોકડા, દાગીના સાથે બે લાખની ચોરી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બાવળામાંઆવેલી વિષ્ણુનગર સોસાયટીમાં બપોરે બાર વાગ્યાની આસપાસ બંધ મકાનનું તાળું ખોલી તસ્કરોએ અંદર પ્રવેશ કરી તિજોરીમાં રહેલા 1,85,000 રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયાહ તા. મકાનમાલિકને ખબર પડતાં બાવળા પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવતા બાવળા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાવળામાં આંબેડકર રોડ ઉપર આવેલી વિષ્ણુનગર સોસાયટીમાં રહેતા કાશીબેન મોહનભાઈ વાઘેલા (વણકર) ઘરકામ અને ખેતમજુરી કરી પોતાના કુટુંબનું ગુજરાન ચલાવે છે. કાશીબેનનો મોટો દીકરો સુરેશભાઈ અલગ રહે છે અને નાનો દીકરો ખેંગારભાઈ જે અપરણિત છે તે સાથે રહે છે. કાશીબેનના પતિ મૃત્યુ પામ્યા છે. ખેંગાર સવારે સાત વાગે આઈ.ટી.આઈ.માં અભ્યાસ માટે ગયો હતો. સવારે સવા દસ વાગે કાશીબેન તેમનો ભત્રીજો બે દિવસ પહેલા ગુજરી ગયો હોવાથી તેમના પરિવારને જમાડવા માટે ઘરેથી રોટલા લઈને તાળુ મારી ઘરની જાળી પાસે એક ડબ્બામાં ચાવી મુકીને ગયા હતા. તેઓ સવાબાર વાગે ઘરે પરત આવીને ચાવી લઈને તાળું ખોલી ઘરમાં ગયા હતા. પાછળના રૂમમાં જઈને જોયું તો તિજોરી ખુલ્લી હતી અને ઘરમાં કપડાં-સામાન વેર-વિખેર પડ્યો હતો જેથી ચોરી થયાનું માલૂમ પડતાં બુમાબુમ કરતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ બંને દીકરાને ફોનથી કરતાં તેઓ અમદાવાદ અને ગાંધીનગરથી દોડી આવી બાવળા પોલીસને જાણ કરી હતી. જેથી બાવળા પોલીસે ઘટનાસ્થળે દોડી આવી તપાસ કરી હતી. તિજોરીમાં રહેલા 1,85,000 રૂપિયા રોકડા, સોનાના વેડ જેની કિંમત 10,000 રૂપિયા, ચાંદીની પગની પાયલ જેની કિંમત 4000 રૂપિયા મળી કુલ 1,99,000 રૂપિયાની ચોરી થયાની ફરિયાદ કાશીબેને નોંધાવી છે.

ઘરમાલિક બે કલાક માટે બહાર ગયા અને તસ્કરોએ ખેલ પાડી દીધો

બાવળાની વિષ્ણુનગર સોસાયટીમાં ઘરમાલિક બે કલાક માટે બહાર જતાં તસ્કરો બે લાખની ચોરી કરી ગયા હતા.તસવીર-ભરતસિંહ ઝાલા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો