તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વેટ વિભાગમાં રોજિંદા કામને અસર પડી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેટ વિભાગમાં રોજિંદા કામને અસર પડી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એકતરફી ઓર્ડરથી અપીલો વધવાની શક્યતા

એસેસમેન્ટને અગ્રતા અપાતા દરોડા-નોંધણીનું કામ ઠપ

માર્ચ એન્ડિંગ હોવાને કારણે વેપારીઓને ફાઈનાન્સિયલ એડજસ્ટમેન્ટ કરવામાં રોકાયેલા હોવાથી કોઈ કારણસર વેપારી હાજર રહે તેવા સંજોગોમાં વેટ વિભાગ એક્સ પાર્ટી ઓર્ડર કરી દેતા હોવાથી અપીલોમાં વધારો થશે અને વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડે તેવી શક્યતા છે.

સૂત્રોના જણાવ્યાનુસાર, હાલ વેટ વિભાગમાં વેપારીઓના વિવિધ કેસોના એસેસમેન્ટની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. તા. 31 માર્ચ પહેલાં તમામ એસેસમેન્ટ- આકારણી પૂરી કરીને ડિમાન્ડ ઊભી કરીને ડિમાન્ડ નોટિસ ઈશ્યૂ કરવા સહિતની કામગીરીને અગ્રતા આપવામાં આવી રહી છે.

માર્ચ, 2018માં પૂરા કરવાના હોય તે એસેસમેન્ટ પણ તા.31 માર્ચ, 2017 સુધીમાં પૂરા કરવા રાજ્ય સરકારે સૂચના આપી છે અને તેના કારણે વેટ વિભાગમાં હાલ એસેસમેન્ટની કામગીરીને અગ્રતા આપવામાં આવે છે.

માર્ચ મહિનો પૂરો થવા આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે એસેસમેન્ટની કામગીરી સંપૂર્ણપણે પૂરી થઈ શકે તેવી શક્યતા ઓછી છે. બાબતને ધ્યાનમાં લઈને એસેસમેન્ટ માટેની મુદતમાં વધારો કરવા સેલ્સ ટેક્સ બાર એસોસિએશન સહિત વેપારી મંડળોએ પણ વેટ વિભાગમાં અને સરકાર સમક્ષ રજૂઆત કરી છે. જેના કારણે હાલ વેટ વિભાગમાં દરોડા, નવા રજિસ્ટ્રેશન, માઈગ્રેશન, સહિતની તમામ રૂટિન કામગીરી ઠપ થઈ ગઈ છે.

વેપારીઓએ રજૂ કરેલ અપીલો- લેખિત રજુઆત તેમજ ઓનલાઈન સ્પષ્ટતા કરી હોય તેવા કેસોમાં પણ ઈફેક્ટ આપવા સહિતની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં રજૂ થયેલા કેસોમાં એસેસમેન્ટની કામગીરી ઝડપથી પૂરી કરવામાં આવી રહી છે.

વેટ નિષ્ણાત પ્રદીપ જૈને કહ્યું કે, હાલ, માર્ચ એન્ડિંગ હોવાથી વેપારીઓ અન્ય કામગીરીમાં પણ રોકાયેલા હોય છે. વેટ વિભાગે એસેસમેન્ટ અંગે નોટિસ આપી હોય તેવા કિસ્સામાં વેપારી કોઈ કારણસર હાજર રહી શકે તેવા સંજોગોમાં વેટ વિભાગ એક્સ- પાર્ટી એકતરફી ઓર્ડર કરે તેવી શક્યતા છે.

જેના કારણે વેપારીઓએ અપીલમાં જવું પડશે અને કરદાતાઓ-વેપારીઓની પરેશાની વધશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો