તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • નળકાંઠામાં સિંચાઈ સુવિધા માટે મંગળવારથી ચકાસણી શરૂ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નળકાંઠામાં સિંચાઈ સુવિધા માટે મંગળવારથી ચકાસણી શરૂ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાણંદનાનળકાંઠા વિસ્તારના 14 ગામો ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે છેવટે સરકારે વિચાર્યું છે. ‘દિવ્ય ભાસ્કર’એ વિસ્તારના ખેડૂતોને છેલ્લા 20 વર્ષથી સિંચાઈના પાણી માટે પડી રહેલી તકલીફનો ગ્રાઉન્ડ રિપોર્ટ રજૂ કર્યો હતો. રાજ્ય સરકારે જાહેર કર્યું છે કે, આગામી મંગળવારથી નળકાંઠા વિસ્તારમાં સિંચાઈની સુવિધા વધારવા માટે તમામ શક્યતાઓના વિકલ્પોની તાંત્રિક ચકાસણી હાથ ધરાશે.

રાજ્ય સરકારે એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારી સાથે ચર્ચા કરીને વિસ્તારમાં સિંચાઈનું પાણી પૂરું પાડવા વિભિન્ન વિકલ્પોની તાંત્રિક ચકાસણી બે દિવસમાં શરૂ કરાવી તેનો શક્યતાદર્શી અહેવાલ તાત્કાલિક તૈયાર કરવા માટેની સૂચના આપી છે. અહેવાલ તૈયાર કરવા માટે વાપકોસ કંપનીને કામ સોંપવામાં આવ્યું છે. જે પોતાની કામગીરી મંગળવારથી શરૂ કરશે.

અનુસંધાને અમદાવાદ જિલ્લા કલેક્ટર અવંતિકાસિંઘે સાણંદ, વિરમગામ અને બાવળા તાલુકાના પ્રાન્ત અધિકારીઓની તાકિદે બેઠક યોજીને સર્વે ઝડપથી થાય તેનું આયોજન હાથ ધર્યું હતું.

નળકાંઠા વિસ્તારમાં 32 ગામ આવે છે. જેમાંથી ફતેવાડી યોજના હેઠળ 18, નર્મદા પિયત વિસ્તારના પાંચ અને 9 ગામ કોઈ પણ પિયત વિસ્તારમાં સમાવાયેલા નથી.

13 માર્ચે ‘દિવ્ય ભાસ્કર’એ ખેડૂતોને સિંચાઈ માટે પડી રહેલી તકલીફનો ગ્રાઉન્ડ રિપોર્ટ રજૂ કર્યો હતો.

છેવટે સરકારે નળકાંઠાના ખેડૂતો માટે વિચાર્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો