તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 100 ઈન્દિરા ગાંધી આવે તોય દેશનું લોકતંત્ર નહીં તૂટે: શાહ

100 ઈન્દિરા ગાંધી આવે તોય દેશનું લોકતંત્ર નહીં તૂટે: શાહ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલિટિકલ રિપોર્ટર | ગાંધીનગર

ભાજપ દ્વારા અમદાવાદ ખાતે કટોકટી કાળમાં મીસાના કાયદા હેઠળ જેલવાસ ભોગવનારા મીસાવાસીઓના સન્માનનો કાર્યક્રમ ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહ સહિતના નેતાઓએ પુષ્પવર્ષાથી મિસાવાસીઓનું સન્માન કર્યું હતું. મીસાવાસીઓને સંબોધતા અમિત શાહે જણાવ્યું હતુંકે, ઈન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદીને દોઢ લાખથી વધુ લોકોને 19 મહિનાનો જેલવાસ આપ્યો હતો. તેમણે લોકતંત્રને તોડવાના તમામ પ્રયાસો કર્યા, પણ 100 ઈન્દિરા ગાંધી આવે તોય દેશનું લોકતંત્ર નહીં તૂટે.

અમિત શાહે વધુમાં જણાવ્યું હતુંકે, રાહુલ ગાંધીએ પહેલાં પોતાના પૂર્વજોએ કરેલાં કામો જોવા જોઈએ અને પછી અભિવ્યક્તિ સ્વાતંત્રયની વાત કરે. કટોકટી કાળમાં જેલવાસ ભોગવીને સંઘર્ષ કરનારા લોકતંત્રના પ્રહેરીઓના તપ, ત્યાગ અને બલિદાનને અમે વંદન કરીએ છીએ. કટોકટી લાદીને કોંગ્રેસે તે સમયે અખબારોનું ગળું દાબી દીધું હતું અને આકાશવાણી ત્યારે કોંગ્રેસવાણી બની ગઈ હતી. કોંગ્રેસે દેશમાં જાતિવાદ અને તૃષ્ટિકરણની રાજનીતિને ફેલાવી છે.અન્ય સમાચારો પણ છે...