તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • લાંભામાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકનાર ડોક્ટરનું ક્લિનિક હેલ્થ વિભાગે સીલ કર્યું

લાંભામાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકનાર ડોક્ટરનું ક્લિનિક હેલ્થ વિભાગે સીલ કર્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | શહેરના દક્ષિણ ઝોનના લાંભા વોર્ડના શાહવાડીમાં ટોરેન્ટ પાવરની સામે આવેલા ડો.અમિત દેસાઈના કલીનીક દ્વારા જાહેરમાં બાયોમેડીકલ વેસ્ટનો નિકાલ થતો હોવાનુ હેલ્થ વિભાગની તપાસમાં સ્પષ્ટ થતા કલીનીક સીલ કરી દેવામાં આવ્યુ છે. સ્થાનિક લોકોની ફરિયાદો હેલ્થ વિભાગને મળી હતી જેને પગલે ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડો.તેજસ શાહની ટીમ દ્વારા સ્થળ તપાસ કરાઈ હતી જેમાં રોડ પર જ કલીનીક દ્વારા ઈન્જેકશનની નીડલ, સીરીંઝ સહિતનો બાયોમેડીકલ વેસ્ટ મળી આવ્યો હતો.

1977ની બેચના તબીબ દ્વારા વર્ષોથી વેસ્ટના નિકાલ માટે કરાર જ કર્યો નથી
ડો.અમિત દેસાઈ 1977ની બેચના ડોકટર છે અને લાંબા વર્ષોથી તેઓ અહીં કિલનીક ધરાવે છે. ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડો.તેજસ શાહે કહ્યું કે, લોકોની ફરિયાદના આધારે અમે સ્થળ તપાસ કરી હતી ત્યારે રોડ પરથી જ બાયોમેડીકલ વેસ્ટ મળી આવતા કલીનીક તાત્કાલિક ધોરણે સીલ કરી દેવામાં આવ્યુ છે. અને જીપીસીબીનો વધુ કાર્યવાહી માટે અભિપ્રાય લેવામાં આવશે. ’

ઉલ્લેખનીય છે કે, કોઈ પણ તબીબ કલીનીક ધરાવતા હોય તેમણે બાયોમેડીકલ વેસ્ટના નિકાલ માટે ફરજિયાત પણે જીપીસીબી દ્વારા નક્કી કરેલી બે સંસ્થાઓ જોડે કરાર કરવાના હોય છે અને તે સંસ્થાને મેડીકલ વેસ્ટ આપવાનો રહે છે. આ કિસ્સામાં ડો.અમિત દેસાઈ દ્વારા કોઈ પણ પ્રકારનો કરાર કરવામાં આવ્યો ન હતો અને નિયમ મુજબ બાયોમેડીકલ વેસ્ટનો નિકાલ કરવામાં આવતો ન હતો.

રજિસ્ટ્રેશન કેન્સલ સુધીના પગલાં લેવાઈ શકે છે
હેલ્થ વિભાગ દ્વારા કિલનિક સીલ કરી દેવામાં આવ્યુ છે. અને વધુ કાર્યવાહી કરવા માટે જીપીસીબીનો અભિપ્રાય લેવાની પ્રક્રિયા હાથ ધરી છે. પણ કરાર કર્યા વિના બાયોમેડીકલ વેસ્ટ જાહેરમાં નિકાલ કરાતો હોવાના કારણે ડોકટરનુ રજીસ્ટ્રેશન કેન્સલ થવા સુધીના પગલાં પણ લેવાઈ શકે તેવી શકયતા છે.

અન્ય સમાચારો પણ છે...