તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પ્લાસ્ટિક વેચતા એકમો સામે હવે નાગરિકો મ્યુનિ.ને ફરિયાદ કરી શકશે

પ્લાસ્ટિક વેચતા એકમો સામે હવે નાગરિકો મ્યુનિ.ને ફરિયાદ કરી શકશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદ કોર્પોરેશને પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે ઝુંબેશ શરૂ કરી છે. આ અંતર્ગત હવે જે જે સ્થળોએ પ્લાસ્ટિકની થેલીઓ કે પ્લાસ્ટિક વેચતા હોય તેની સામે નાગરિકો કોર્પોરેશનને ફરિયાદ કરી શકે તે માટેનુ આયોજન કરવાામાં આવ્યુ છે. આ ઉપરાંત ઝોનવાઈસ પ્લાસ્ટિક વેસ્ટ એકઠો કરવા મૂકેલી ગાડીઓના રૂટ નક્કી કરવા પણ તાકીદ કરાઈ છે.

મ્યુનિ.ના ટોલ ફ્રી, ઝોનલ ઓફિસના નંબર પર ફરિયાદ કરવા વ્યવસ્થા ગોઠવાશે
મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારના અધ્યક્ષસ્થાને મળેલી રિવ્યુ બેઠકમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની ઝુંબેશની સમીક્ષા કરી હતી. દરંમિયાનમાં તેમણે તમામ ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસરોને તાકીદ કરી હતી કે, શહેરીજનો પ્લાસ્ટિક બાબતે ટોલ ફ્રી 155303 નંબર પર તથા ઝોનલ ઓફીસના નંબર પર ફરીયાદ નોંધાવી શકે તેની વ્યવસ્થા ઝડપથી ગોઠવવી. આ ઉપરાંત ઝોનવાઈસ આપવામાં આવેલી પ્લાસ્ટિક વેસ્ટ ગાડીનો યોગ્ય રૂટ બનાવી તેની કામગીરી પણ ઝડપથી શરૂ કરી દેવી. ઉલ્લેખનીય છે કે, શહેરમાં પ્લાસ્ટિક વેસ્ટનો અલગથી નિકાલ થાય તે માટે દરેક ઝોનમાં એક-એક ગાડી આપવામાં આવી છે. જો કે, હજુ આ કામગીરી શરૂ કરવામાં આવી નથી. શહેરમાં દૈનિક 600 ટન પ્લાસ્ટિક વેસ્ટ જનરેટ થાય છે.

અન્ય સમાચારો પણ છે...