તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મોટરસાઈકલ ટૂરિઝમની ઓફર આપી 10 લાખ પડાવ્યા

મોટરસાઈકલ ટૂરિઝમની ઓફર આપી 10 લાખ પડાવ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | મણિનગરમાં એક યુવકને મોટરસાઈકલ ટૂરિઝમનો બિઝનેસ શરૂ કરવાનું કહી મુંબઇનો યુવક 10 લાખ રૂપિયા લઇને ફરાર થઇ ગયો છે. મોટરસાઈકલ ટૂરિઝમ માટે યુવકે 10 બાઇક ખરીદવા માટે ગઠિયાને પૈસા આપ્યા હતા. આ અંગે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છેતરપિંડીની નોંધાઇ છે.

પહેલાં મિત્રતા કેળવી, 20 બાઈક ડિસ્કાઉન્ટ પર અપાવવાના બહાને પૈસા લઈને ભાગી છૂટ્યો
મણિનગરમાં આવેલા સમર્થ એપાર્ટમેન્ટમાં રહેતા હાર્દિક ભટ્ટે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે હું પ્રવાસીઓને બાઇક ભાડે આપવાનું કામ કરું છું. ગત ઓક્ટોબર મહિનામાં હાર્દિકે મુંબઈના ફેરીનને સાત દિવસ માટે બાઈક ભાડે આપી હતી ત્યારબાદ તે અમદાવાદ આવ્યો અને પછી મિત્રતા થઈ હતી.

થોડા સમયબાદ ફેરીને હાર્દિકને મોટરસાઈકલ ટૂરિઝમનો ધંધો કરવાની ઓફર આપી હતી અને બાઇક ખરીદવાનું કહ્યું હતું. ફેરીને હાર્દિકને કહ્યું હતું કે તેનો એક મિત્ર પુણે રહે છે. તે બાઇક 30 ટકાના ડિસ્કાઉન્ટ પર આપી શકશે. હાર્દિક શરૂઆતમાં દસ બાઇક લેવા માટે તૈયાર થઇ ગયો હતો અને તે પેટે ફેરીનને કુલ 10 લાખ રૂપિયા સ્વામિનારાયણ મંદિરમાં આપ્યા હતા. ફેરીન બહાર આવ્યા બાદ તેના દાંતમાં દુ:ખે છે એટલે દવાખાને જાઉં છે તેમ કહીને હાર્દિકનું બાઇક લઇને જતો રહ્યો હતો. બીજા દિવસે હાર્દિકે ફેરીનને ફોન કરતા તેનો ફોન બંધ આવતા છેતરપીંડી થયાની ખબર પડી હતી.

ટ્રેકરથી બાઈક નિકલોમાંથી મળ્યુ
હાર્દિકે તેના બાઇકમાં ટ્રેકર લગાવ્યું હોવાથી બાઇકનું લોકેશન મેળવ્યું હતું બાઇક નિકોલ વિસ્તારમાંથી લાવારીશ હાલતમાં મળી આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...