તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વટસાવિત્રી વ્રત પુર્ણ, આજે મહિલાઓ જાગરણ કરશે

વટસાવિત્રી વ્રત પુર્ણ, આજે મહિલાઓ જાગરણ કરશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પતિ અને સંતાનોના ભાગ્યોદય અને તેમના આરોગ્ય અને ઉન્નતીની પ્રાર્થના સાથે મહિલાઓ વડસાવિત્રીવ્રત રાખે છે. દરમ્યાન આવતીકાલે બુધવારે વટસાવિત્રીવ્રતની પુર્ણાહુતી થતાં મહિલાઓ તેના ભાગરૂપે આવતીકાલે રાત્રે જાગરણ કરશે. 25મી જુનથી શરૂ થયેલું 3 દિવસનું વટસાવિત્રીવ્રતની આવતીકાલે બુધવારે પુર્ણાહુતી થશે. શહેરમાં મોટી સંખ્યામાં મહિલાઓએ આ વડસાવિત્રી વ્રત રાખ્યું હતું. આવતીકાલે પુર્ણ થનારા વ્રતની ઉજવણીમાં ખાસ કરીને વ્રત રાખનાર મહિલાઓ દ્વારા કુંવાશીકાઓ (કન્યાઓ)ને જમાડવામાં આવે છે. મહિલાઓ વ્રતનો મહિમા વર્ણવતા પુસ્તકને પણ અન્ય લોકોને દાનમાં આપી પોતાના વ્રતનો મહિમા વધારતા હોય છે. સામાન્ય રીતે આ વ્રતની પુર્ણાહુતિ પુનમની હોય છે. જોકે આ વખતે ભાગી તીથીને કારણે બુધવારે બપોર બાદ પુનમ રહે છે. સાથે ગુરુવારે વહેલી સવારે કેટલાક સમય માટે જ પુનમ રહે છે. ત્યારે બુધવારે જ આ વ્રતનું સમાપન થઇ શકે છે, તેમ શૈલેષભાઇ શાસ્ત્રીએ જણાવ્યું હતું.

વ્રતના છેલ્લા દિવસે એટલે કે રાત્રી જાગણરણ કરવાનું હોય છે, ત્યારે આવતીકાલે વ્રત રાખનાર તમામ મહિલાઓ વડની શ્રદ્ધાપુર્વક પુજા કરે છે. તેમજ તે રાત્રે બીજા દિવસના સુર્યોદય સુધી જાગરણ કરે છે. નોંધનીય છેકે, વ્રત દરમ્યાન પણ મહિલાઓ દ્વારા ગળ્યા પદાર્થો જેવા કે, ખાંડ, ચોકલેટ, સહિતની ચીજો વડના ફેરાફરતા સમયે મુકી તેનું બાદમાં દાન કરે છે. આ ઉપરાંત આ દિવસે દાનનું પણ મહત્વ હોવાથી કન્યા તેમજ દેવ મંદિરે દાન આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...