તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કાશ્મીરની વિકટ સ્થિતિને લીધે અમરનાથ યાત્રાળુઓમાં 60 ટકાનો ઘટાડો નોંધાયો

કાશ્મીરની વિકટ સ્થિતિને લીધે અમરનાથ યાત્રાળુઓમાં 60 ટકાનો ઘટાડો નોંધાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | બાબા બરફાનીના દર્શન માટે પ્રતિવર્ષ મોટી સંખ્યામાં ગુજરાતીઓ જતા હોય છે, સામાન્ય રીતે અમરનાથની મુલાકાત લેનાર કુલ ભારતીયોમાં 35 ટકા કરતા વધારે દર્શનાર્થીઓ ગુજરાતી હોવાનું મનાય છે. જોકે કાશ્મીરની પરીસ્થીને કારણે આ વર્ષ અમરનાથ જતા યાત્રાળુંની સંખ્યામાં 60 ટકા જેટલા ઘટાડો થયો હોવાનું ટ્રાવેલ એજન્ટોનું કહેવું છે. અંદાંજે 50 હજાર યાત્રાળુઓ બાબા બરફાનીના દર્શન કરશે અને સંખ્યાબંધ ભક્તો ભંડારામાં સેવા આપશે.

અનેક યુવાનો ભંડારામાં સેવા આપવા માટે પ્રતિ વર્ષ મોટી સંખ્યામાં જાય છે
નિવૃત્ત ડીવાયએસપી વિરેન્દ્ર રાવલે જણાવ્યું કે, તેઓ છેલ્લા 35 વર્ષથી અમરનાથ દાદાના દર્શને અનં ભંડારામાં સેવા આપવા માટે જાય છે. અમરનાથમાં સૌથી ઉપરના શ્રીસેવક દિલ્હી ભંડારામાં તેઓ લાંબા સમયથી સેવા આપે છે. ગુજરાત પોલીસમાં મહત્વના પદ પર રહ્યા દરમ્યાન પણ ભંડારામાં તેઓ સેવા માટે જતાં હતાં. એટલું જ નહી પરંતુ યાત્રીકોના પગ દબાવવાથી લઇને ભક્તો દ્વારા જમીને મુકેલી થાળી સાફ કરવા સુધીની તમામ સેવાઓ તેમણે કરેલી છે. આગામી 4 થી જુલાઇથી 28મી જુલાઇ સુધી તેઓ અહી ભંડારામાં સેવા આપશે.

જીસીસી મેડિકલ કોલેજ સાથે સંકળાયેલા સંદિપભાઇ ચૌહાણ પણ છેલ્લા 4 વર્ષથી બાબા બરફાનીના દર્શને જાય છે. તેઓ કહે છે. અમે ચાર જણાં અમરનાથ જવા નિકળ્યા છીએ, 1લી જુલાઇથી અમારી અમરનાથ યાત્રા શરૂ થવાની છે. જ્યારે અમે આગામી બે દિવસમાં શ્રીનગર પહોંચીશું, તે બાદ આગળની શું સ્થીતી છે તે બાબતની અમને જાણકારી મળશે. ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે કાશ્મીરની પરિસ્થિતિ વધુ સ્ફોટક છે. એક તરફ અમરનાથ યાત્રા પર હુમલાનો ભય સતાવી રહ્યો છે. એક તરફ કાશ્મીરી તોફાનીઓ પથ્થરમારો કરી રહ્યા છે ત્યારે આતંકવાદી હુમલાની ચીમકીઓ મળી રહી છે. શ્રદ્ધાળુઓ ચિંતા કર્યા વગર દર્શને ઉમટ્યાં છે.

અમરનાથના દ્વારે પણ મળે છે પાણીપૂરી
શ્રીસેવક દિલ્હી ભંડારા દ્વારા તેમના ભંડારામાં કુલ 127 જેટલી અલગ અલગ વાનગીઓ શ્રદ્ધાળુઓને ભોજન માટે આપવામાં આવે છે. જેમાં પાણીપુરી જેવી વસ્તુ પણ શ્રદ્ધાળુને મળી રહે છે. આ ઉપરાંત શ્રદ્ધાળુઓને ગરમ કપડાં ધાબડાં, જૂતા, સહિતની ચીજો પણ ત્યાં જ ઉપલબ્ધ થાય છે. મેડિકલ કેમ્પ પણ હોવાની દવા કે સુવિધા પણ મળી રહે છે. યાત્રાળુઓ અહીં રાત્રિ રોકાણ પણ કરી શકે તેવી વ્યવસ્થા. તે સમયે તેમને જરૂરી તમામ સવલતો પૂરી પાડવામાં આવશે.

આ વખતે 60%જેટલી ઓછી ઇન્કવાયરી
આ વખતે અમારી પાસે અમરનાથ યાત્રા માટેની ઇન્કવાયરી ખુબ જ ઓછી આવી રહી છે. એક તરફ કાશ્મીરથી અમારી પર હોટલ માલીકો અને અન્ય એજન્સીઓ દ્વારા ફોન આવી રહયા છેકે, અહીની પરીસ્થીતી ખુબજ શાંત છે, જોકે દર વર્ષની સરખામણીએ આ વખતે માંડ 30 થી 35 ટકા જેટલી જ અમરનાથ માટેની ઇન્કવાયરી છે. સામાન્ય રીતે અમરનાથ યાત્રા શરૂ થતાં પહેલાં મોટા પાયે ઇન્કવાયરીઓ શરૂ થતી હોય છે. હિતેન મિસ્ત્રી, એચ.એમ. ટ્રાવેલ્સ

70 યુવાનોની ટુકડી અમરનાથ રવાના
કોટ વિસ્તારના 75 યુવાનોનું ગ્રૂપ અમરનાથ યાત્રાએ જવા રવાના થયું તેને ગુજરાતના તોફાનોનો ચહેરો બનેલાં પરંતુ માનવતામાં માનતા અશોક પરમારે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ યુવાનો કાશ્મીરમાં ભાઈચારા અને એકતાનો સંદેશો ફેલાવશે. તસવીર - ઝાહિદ કુરેશી

અન્ય સમાચારો પણ છે...