• Gujarati News
  • દેશમાં સોનાની માંગમા 15 ટકાની વૃદ્વિ

દેશમાં સોનાની માંગમા 15 ટકાની વૃદ્વિ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશમાંજોવા મળી રહેલા પોઝિટીવ સેન્ટિમેન્ટ તેમજ પોલિસીમાં હકારાત્મક બદલાવને પગલે ભારતમાં સોનાની માંગ 15 ટકા વધી 191.7 ટન જોવા મળી છે. ગત વર્ષના સમાન સમયગાળામાં માંગ 167.1 ટકન જોવા મળી હતી તેવો વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો અહેવાલ છે. વેલ્યુની દષ્ટિએ સોનાની માંગ 9 ટકા વધીને રૂ.46,730.6 કરોડ (રૂ.42,898.6 કરોડ) નોંધાઇ છે. ે. આયાત પરના પ્રતિબંધ પર થોડિક આંશિક રાહત તેમજ બજેટમાં નવી ગોલ્ડ પ્રોડક્ટ અંગે કરાયેલી જાહેરાતને કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી સોનાની માંગમાં વૃદ્વિ જોવા મળી છે તેમજ ખરીદદારો પણ વધી રહ્યા છે.ચાલુ કેલેન્ડર વર્ષની શરૂઅાતમાં જોવા મળેલા કમોસમી વરસાદને કારણે ગ્રામીણ અર્થતંત્રને થયેલી અસરને પગલે ચાલુ વર્ષે 900-1000 ટન જેટલી માંગ જોવા મળશે. સોનાની માંગની સાથે સાથે જ્વેલરીની માંગ પહેલા ત્રિમાસિક ગાળામાં 22 ટકા વધીને 150.8 ટન (123.5 ટન) થઇ છે. જો કે રોકાણની માંગ જાન્યુઆરી-માર્ચના ત્રિમાસિક ગાળામાં ટકા ઘટીને 40.9 ટકા (43.6 ટકા) થઇ છે.

^ત્રિ.ગાળામાં સોનાની માંગ વધવા છતાં તે પાંચ વર્ષની એવરેજ કરતા નીચે જોવા મળી છે ગત વર્ષે આયાત પરના નિયમો, નબળા ઇકોનોમિક સેન્ટિમેન્ટ વચ્ચે વ્યાપારમાં અનિશ્વિતતાના પગલે પણ માંગ સામાન્ય રહી હતી.> સોમાસુન્દરમ,એમડી,ડબલ્યુજીસી .

વૈશ્વિકસ્તરે સોનાની માંગ 7 ટકા ઘટી

ચાઇના,તુર્કી,રશિયાઅનેમિડલ ઇસ્ટમાં ઘટાડાના પગલે વૈશ્વિક સ્તરે સોનાની માંગ પહેલા ત્રિમાસિક ગાળામાં 7 ટકા ઘટી 42 અબજ ડોલર (45 અબજ ડોલર) જોવા મળી છે તેવો ડબલ્યુજીસીનો અહેવાલ છે. વોલ્યુમની દષ્ટિએ સોનાની માંગ 1 ટકા ઘટી પહેલા ત્રિમાસિક ગાળામાં 1079 ટન (1089.9 ટન) જોવા મળી છે. જ્વેલરીની વૈશ્વિક માંગ પણ 3 ટકા ઘટી 601 ટન (620 ટન) નોંધાઇ છે. જો કે આગામી ત્રિમાસિક ગાળામાં સોનાની માંગમાં વધારો જોવા મળી શકે છે.

માંગ વધવા છતાં 5 વર્ષની એવરેજથી નીચે

વૃદ્વિ| જીડીપી ગ્રોથમાં વૃદ્વિ ,સેવિંગ એસેટ તરીકે સોનાનું આકર્ષણ વધ્યું