તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભમરા કરડતાં બે બાઇક સવારો રોડ પર પટકાયા

ભમરા કરડતાં બે બાઇક સવારો રોડ પર પટકાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર| વિસનગરતાલુકાના ભાન્ડુ પાસે બાઇક સવાર બે યુવકોને ભમરા કરડતાં તે નીચે પટકાતાં ગંભીર ઇજા પહોંચી હતી. જેમને સારવાર અર્થે મહેસાણા ખસેડાયા હતા.જેમાંથી એકને અમદાવાદ રીફર કરાયો છે.

મહેસાણાની કર્મભૂમિ સોસાયટીમાં રહેતા મેહુલ કાળીદાસ વણકર તેના મિત્ર પરમાર નયનેશ રામજીભાઇ સાથે બાઇક (જીજે 24 એડી1416) પર 22મી નવેમ્બરે ઘરેથી ઊંઝા ઉમિયા માતાના દર્શન કરવા નીકળ્યા હતા. જ્યાંથી દર્શન કરી પરત આવતાં ભાન્ડુ હાઇવે ઉપર હોટલ નજીક ભમરા કરડતાં બંને બાઇક ઉપરથી નીચે પટકાતાં ગંભીર ઇજા પહોંચી હતી. જેમને સારવાર અર્થે મહેસાણા ખસેડાયા હતા. જેમાંથી નયનેશભાઇને વધુ સારવાર અર્થે અમદાવાદ રીફર કરાયા હતા. બનાવ અંગે મેહુલભાઇના નિવેદનને આધારે નોંધ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...