તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બુદ્ધિઝમનું આકર્ષણ, 10 વર્ષથી કરું છું ‘બુદ્ધા: ઇનર વોરિયર’ની તૈયારી: પાન નલિન

બુદ્ધિઝમનું આકર્ષણ, 10 વર્ષથી કરું છું ‘બુદ્ધા: ઇનર વોરિયર’ની તૈયારી: પાન નલિન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંગ્રેજી વગર દેશમાં કંઈ થવાનું નથી

વડોદરાગયો પછી ખબર પડી કે શહેરમાં જવું હશે, ફિલ્ડમાં આગળ વધવું હશે તો અંગેજી બોલતા શીખવું પડશે. (હસીને) એના વગર દેશમાં કંઈ થવાનું નથી. પણ સમયે શહેરમાં જવા માટે મારી આર્થિક પરિસ્થિતિ એવી નહોતી. થોડા સમય પછી મને સ્કોલરશિપ મળી અને હું બરોડા ફાઈન આર્ટ્સમાં જોડાયો. ત્યાં મને ખબર પડી કે NIDમાં ફિલ્મ મેકિંગનો એવો કંઈક કોર્સ પણ છે! આવું શીખવા પણ મળે છે. બાદમાં ત્યાં એડમિશન પણ મળી ગયું.

મૂળ અમરેલી જિલ્લાના ખીજડીયા ગામના નલીનકુમાર પંડ્યા આજે પાન નલિનના નામે જાણિતા છે. તેઓએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ડોક્યૂમેન્ટ્રી, શૉર્ટ ફિલ્મ, અને ફૂલ લેન્થ ફિલ્મો બનાવી છે. તેઓએ ખીજડીયા જેવા નાના ગામથી કઈ રીતે વડોદરા, મુંબઈ અને ત્યાંથી ફ્રાન્સ સુધીની સફર ખેડી, તે વિશે તેમણે સિટી ભાસ્કરના પાર્થદવે સાથેકરેલી ખાસ વાતચીત અહીં પ્રસ્તુત છે.

}ફિલ્મોમાં રસ કઈ રીતે પડ્યો?

હું14-15 વર્ષનો હતો ત્યાં સુધી મેં શહેર જોયું નહોતું. મારું ગામ અમરેલીની બાજુનું ખીજડીયા સાવ નાનું જન્ક્શન છે. ત્યાં પપ્પાની ચાની કેબિન હતી. હું એમને કામમાં મદદ કરાવતો. મને યાદ છે પહેલી વાર અમે ‘જય મહાકાલી’નામનું પિક્ચર જોવા ગયેલા. આધ્યાત્મિક પ્રકારનું કંઈક હતું. ત્યારે મને ઈન્સ્પિરેશન મળી કે, બોસ્સ આવું કંઈક કરવું છે; ફિલ્મ જેવું. આમા મજા પડે છે...

}અમદાવાદસાથેના તમારા સંબંધ વિશે કહો.

અમદાવાદ-વડોદરામાંમેં અધધધ હૉલિવૂડ ફિલ્મો, ઉપરાંત ઈટાલિયન, જાપાનીઝ, ચાઈનિઝ ફિલ્મો જોઈ. વિશ્વ સિનેમા સાથે પરિચય થયો. મારા માટે ફિલ્મોની દુનિયા શહેરોમાં આવીને ખુલી. મને યાદ છે મેં મારો પહેલો 60mmનો સેકન્ડ હેન્ડ કેમેરો અમદાવાદના સાબરમતી બ્રીજ પાસે બજાર ભરાતી ત્યાંથી લીધો હતો. હું સમયે વેડિંગ ફોટોગ્રાફી કરતો. ફિલ્મો જોવાનું સાઈડમાં ચાલું હતું.

}ત્યારબાદ તમે મુંબઈ તરફ જોયું; ત્યાંના અનુભવો..

પછીનુંસ્ટેપ અફ કોર્સ મુંબઈ હતું. મુંબઈમાં જોયું કે અહીં તમારું ફેમિલી કનેક્શન હોય તો કામ કરવું ખુબ ડિફિકલ્ટ છે. તમે કશું કરી શકો. તમને એડ ફિલ્મ કે ટીવી સિરિયલ્સ મળી જાય, પણ ફૂલ લેન્થ ફિલ્મમાં કામ મળવું અશક્ય હતું સમયે. તો મેં ઘણી એડ ફિલ્મો બનાવી. એમ કરતા એક વખત આર. કે લક્ષ્મણ સાથે મુલાકાત થઈ. વાત આગળ વધી અને ‘વાઘલે કી દુનિયા’ના એઝ સ્ક્રીન રાઈટર 6 એપિસોડ લખ્યા.

}તમે‘સમસારા’ બનાવી જેની વાર્તા બૌદ્ધ સાધુ પર છે અને હવે ‘બુદ્ધાઃ ઈનર વૉરિયર’ લાવી રહ્યા છો, જે ગૌતમ બુદ્ધ પર છે. બુદ્ધિઝમ વિશે શું કહેશો?

હા..મને બુદ્ધિઝમ ફિલસૂફી ઘણી પ્રભાવિત કરે છે. બલ્કે કહી શકાય કે મને બુદ્ધિઝમ, હિન્દુઝમ, સૂફી, જૈન-બધા ધર્મો આકર્ષે છે. ખેંચે છે. મને ગમે છે તેમની ફિલસૂફી સમજવી અને રજુ કરવી. ‘સમસારા’ બાદ મને ઈચ્છા હતી કે સિદ્ધાર્થને રિબાઉન્સ કરીએ. આજે આપણે આધ્યાત્મિક ઓછા ને ધાર્મિક વધુ થઈ ગયા છીએ. ‘બુદ્ધાઃધ ઈનર વૉરિયર’ની તૈયારી છેલ્લા 10 વર્ષથી કરી રહ્યો છું. કહી શકાય કે મારો ડ્રીમ પ્રોજેક્ટ છે. મને હંમેશા લાગ્યું છે કે આજના જમાનામાં બુદ્ધની ફિલસૂફી ખુબ અસર કરે છે. તે આપણા માટે બિલકુલ સાચી છે. આજના યુથને પ્રશ્ન પજવે છે કે ‘ઘરે રહું કે નીકળી જઉં?’, ‘લગ્ન કરું કે કરું?’ મારે ફિલ્મમાં આજના જમાના પ્રમાણે દર્શાવવું છે.

}ગુજરાતીફિલ્મ બનાવવાની ઈચ્છા ખરી?

યસ,ઘણા સમયથી ગુજરાતી ફિલ્મ બનાવવાની ઈચ્છા છે. નૉવેલ ઉપર પણ ઈચ્છા છે. મને ઝવેરચંદ મેઘાણીની ‘સોરઠી બહારવટિયા’ બહુ ગમતી. બાદમાં અમેરિકા ગયો પછી ખબર પડી કે તો અહીં પણ પ્રકારની, વૉરિયર્સની વાર્તાઓ છે. કચ્છ-કાઠિયાવાડની શૌર્ય-પ્રેમની કથાઓ છે-વાતો છે મને ગમે છે. મને અંજાર-કચ્છના જેસલ-તોરલની કથા પણ એકદમ બૌદ્ધિક લાગે છે. બુદ્ધ-યશોદરાની જેમ જેસલ-તોરલ. જેસલે આખી જિંદગી પાપો કર્યા અને અંતે જિંદગીનું મૂલ્ય સમજાયું. બધા પર ઘણું થઈ શકે એમ છે.

અન્ય સમાચારો પણ છે...