તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ‘વૈવિધ્ય’ થીમ પર યોજાશે 37મો ‘સપ્તક’ સમારોહ

‘વૈવિધ્ય’ થીમ પર યોજાશે 37મો ‘સપ્તક’ સમારોહ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
} મંજુ મહેતા અને પ્રફુલ અનુભાઈ

સિટી રિપોર્ટર @ahm_cb



શાસ્ત્રીયસંગીતનાે સૌથી લાંબાે ચાલનાર એન્યુઅલ મ્યુઝિક ફેસ્ટિવલ ‘સપ્તક’ 1થી 13 જાન્યુ. દરમિયાન યોજાશે. દર વખતની જેમ વખતે પણ અમૃતમોદી સ્કૂલ ખાતે યોજાશે. જેનો સમય રાત્રે આઠથી બારનો રહેશે. વખતના સપ્તક મ્યુઝિક ફેસ્ટિવલની થીમ ‘વૈવિધ્ય’ છે. અંગે માહિતી આપતા સપ્તક આર્કાઈવ્ઝના ઓનરરી ડિરેક્ટર પ્રફૂલ અનુભાઈએ કહ્યું કે, ‘આ વર્ષે શાસ્ત્રીય ગાન અને વાદ્યની સાથે અમદાવાદની કદમ્બ, દર્પણ, આનર્ત જેવી સંસ્થાઓના કલાકારોને નૃત્ય પરફોર્મ કરવાનો મોકો મળશે. સિતારના સ્થાને સૂરબહાર વગાડાશે. બધી વિવિધતા હોવાથી વખતની થીમ ‘વૈવિધ્ય’ રાખવામાં આવી છે.’ સપ્તકના આયોજક વિદુષી મંજુ મહેતાએ કહ્યું કે, ‘13 દિવસમાં 150 કલાકારો ભાગ લેશે. જેમાં અમઝદ અલી ખાન અને ઝાકિર હુસેન જેવા દિગ્ગજ કલાકારો પણ વર્ષે પરફોર્મન્સ આપશે.’

મુખ્યરૂપે કલાકારો હશે

}વૉકલિસ્ટ: પં.જસરાજ,પં.રાજન સાજન મિશ્રા, પં.ઉલ્હાસ કસાલકર, પં.અજય ચક્રબર્તી, પરવીન સુલતાના, શુભા મુદ્દગલ, ઉમાકાંત-રમાકાંત ગુંદેચા, કૌશિકી ચક્રબર્તી

}તબલા અને પખાવજ: ઉ.ઝાકિરહુસેનખાન, પં.પુરણ મહારાજ, પં.કુમાર બોઝ, વિષ્ણુ શાહિ, અક્રમખાન, યોગેશ શમસી, ફઝલ કુરેશી, રામકુમાર મિશ્રા, શુભા મુદગલ.

}ઈન્સ્ટ્રુમેન્ટલ: શિવકુમારશર્મા, હરિપ્રસાદ ચૌરસિયા, ઉ.શાહિદ પરવેઝ, અમજદ અલી ખાન, વિશ્વમોહન ભટ્ટ, ઉ.સુજાત ખાન, વિદુષિ મંજૂ મહેતા, એન રાજમ, ક્રિષ્નમોહન ભટ્ટ, રોનુ મજુમદાર, કલા રામનાથ, રાહુલ શર્મા, રાકેશ ચૌરસિયા.

}કથક: બિરજુમહારજ

}ભરતનાટ્યમ: મલ્લિકાસારાભાઈ અને રેવંતા સારાભાઈ

વિખ્યાત સંગીતજ્ઞ સ્વ. ઓમકારનાથ ઠાકુરને 37મો સપ્તક ફેસ્ટ ડેડિકેટ કરાશે. જેમાં ભારતભરમાંથી તેમની ઑડિયો ક્લિપને કલેક્ટ કરી સપ્તકે ડીવીડીરૂપે કલેક્ટ કરી છે. ડીવીડી તેમના શિષ્યા એન. રાજમના હાથે લોન્ચ કરાશે. સાથે ડીવીડીમાંથી દરરોજ એક ઑડિયો ક્લિપ લોકોને સંભળાવવામાં પણ આવશે.

અન્ય સમાચારો પણ છે...