તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ચાંદખેડા કોલ સેન્ટર કૌભાંડમાં વધુ બેની ધરપકડ

ચાંદખેડા કોલ સેન્ટર કૌભાંડમાં વધુ બેની ધરપકડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર- વિસત હાઈવે પરના ફોર-ડી સ્ક્વેર મોલના ત્રીજા માળે દુકાન નંબર 25માં કોલસેન્ટર ચાલુ કરી અમેરિકન નાગરિકો પાસેથી રૂપિયા પડાવવાનું કૌભાંડ આચરનારા પ્રીતેશ જોષીની ડીસીપી ઉષા રાડાના સ્ક્વોડે ધરપકડ કરી હતી. હાલ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે. ક્રાઈમ બ્રાન્ચે પ્રીતેશ જોષીના સેન્ટરને ચાલુ કરવા માટે જરૂરી સોફ્ટવેર અને અમેરિકા કોલ કરવા માટે જરૂરી વોઈપ મિનિટ્સ પૂરી પાડનારા હાર્દિક હર્ષદભાઈ પટેલ (29,રહે-દરિયાપુર) અને મુર્તુજા નુરૂદ્દીનભાઈ ચલ્લાવાલા (23,રહે- આસ્ટોડિયા)ની ધરપકડ કરી છે.

હાર્દિક કમ્પ્યૂટર હાર્ડવેર અને નેટવર્કિંગનો નિષ્ણાત હતો. છેલ્લા ત્રણેક વર્ષથી ગેરકાયદે રીતે પ્રીતેશના કોલ સેન્ટરને વોઈપ મિનિટ્સ આપી હતી. જ્યારે આરોપી મુર્તુજાએ પ્રીતેશના કોલ સેન્ટરમાં જરૂરી સ્ટાફ ઉપરાંત મેજિક જેક તેમજ લીડ્સ નામના સોફ્વેર પૂરાં પાડ્યાં હતાં. ક્રાઇમ બ્રાન્ચ અન્ય આરોપીઓની પણ શોધખોળ હાથ ધરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...