તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદમાં સુરતના અપહૃત તબીબનો છુટકારો, 1 ઝડપાયો

અમદાવાદમાં સુરતના અપહૃત તબીબનો છુટકારો, 1 ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદઆવેલા સુરતના તબીબનું શુક્રવારે મોડી રાત્રે પ્રહલાદ નગરથી અપહરણ કરાયું હતું. અપહરણકારોએ રૂ. 5 લાખની ખંડણી માગી હતી. તબીબના મિત્રે ગાંધીનગર સ્થિત સ્ટેટ કંટ્રોલ બ્યુરોમાં જાણ કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં શનિવારે બપોરે 4 વાગ્યે પોલીસે તબીબના મિત્ર બનીને અપહરણકાર ટોળકીના એક સાગરીતની ધરપકડ કરી હતી. સાગરીત ઝડપાઈ જતાં અપહરણકારો તબીબને વટવા મૂકીને ફરાર થઈ ગયા હતા. આનંદનગર પોલીસે ફરિયાદ નોંધી અપહરણકારોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં છે.

સુરતના ડૉ. દિલીપ તડવી પ્રહલાદનગરના દેવઅર્મ ફ્લેટમાં રોકાયા હતા. શુક્રવારે મોડી રાતે ફ્લેટમાં ઘૂસી આવેલા અપહરણકારોએ રૂ. 50 લાખ માગ્યા હતા પરંતુ રૂપિયા હોવાથી રૂ. 5 લાખ આપવાનું નક્કી થયું હતું. બાદમાં ડૉ. તડવીએ સુરત રહેતા મિત્ર ડૉ. મુકેશ ભટ્ટને જાણકારી આપી હતી. જેને પગલે ડૉ. ભટ્ટે પોલીસને જાણ કરી હતી.

એસઓજી પીએસઆઇ વી. એચ. જાડેજાએ સિનિયર ઑફિસર બી. સી. સોલંકી સાથે વ્યૂહરચના ઘડી હતી, જેમાં પીએસઆઇ જાડેજાએ અપહરણકારોને પરિમલ ગાર્ડન પાસેના હરણ સર્કલ પાસે રૂ. 5 લાખ લઈને તબીબનો મિત્ર આવવાનો હોવાની માહિતી આપી હતી. થોડી વાર બાદ અપહરણકારોનો એક સાગરીત રૂપિયાની ડિલિવરી લેવા સર્કલ પાસે પહોંચી ગયો હતો. જ્યાં પોલીસે તેને ઝડપી લીધો હતો.

ઝડપાયેલા સાગરીત ગોપાલસિંહ અનુપસિંહ સિસોદિયાએ ચિરાગ અને રોબર્ટ ક્રિશ્ચિયને રૂપિયા લેવા મોકલ્યો હોવાનું પોલીસને કહ્યું હતું. દરમિયાન ડૉ. તડવીનો પીએસઆઇ જાડેજા પર ફોન આવ્યો હતો કે, ‘મને વટવાના બાલા હનુમાન મંદિર પાસે અપહરણકારોએ ઉતારી મૂક્યો છે’. પીએસઆઇએ ડૉક્ટરને ત્યાં રહેવા જણાવી એસઓજીની ટીમ તુરંત સ્થળ પર પહોંચી ડૉક્ટરને સલામત મેળવી લીધા હતા.

પોલીસે અપહરણકારોને ડૉક્ટરના મિત્ર તરીકે ઓળખ આપી ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડ્યું

અપહરણ કરી 5 લાખની ખંડણી માગી હતી

અન્ય સમાચારો પણ છે...