તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પહેલા પાનાનું અનુસંધાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પરંતુબંનેએ બુકાની પહેરી હોવાથી ચહેરા સ્પષ્ટ દેખાતા નથી. જોકે લૂંટની ઘટનામાં બંને સિક્યોરિટી ગાર્ડ અને કર્મચારીઓની સંડોવણી હોવાની શંકાના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. કંપનીના વૉલ્ટ ઑફિસર અમિતકુમાર રાઘેશ્યામ મિશ્રાની ફરિયાદના આધારે નવરંગપુરા પોલીસે લૂંટનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જોકે શુક્રવારની મોડી રાતની ઘટનામાં શનિવારે દિવસ દરમિયાન પોલીસને કોઈ નક્કર કડી મળી નથી.

પાકે.જવાબી કાર્યવાહી....

સંરક્ષણપ્રધાને કહ્યું હતું કે તેમણે પાકિસ્તાનને યાદ અપાવી હતી કે તે કઇ રીતે એલઓસી પર સતત સીઝફાયરનો ભંગ કરે છે. અમે તેમને જણાવ્યુ કે અમને તેને રોકવામાં કોઇ સમસ્યા નથી. અમને પ્રકારની હુમલાખોર કાર્યવાહીમાં કોઇ રસ નથી. પણ તમારે જાતે તેને રોકવી જોઇએ. તે બાદ વિગત બે દિવસથી સરહદ પર પાકિસ્તાન તરફથી કોઇ ફાયરિંગ થઇ રહ્યું નથી.’

કોર્ટછે, જજ નથી....

તેમણેકહ્યું હતું કે ન્યાયપાલિકાને દેખરેખ રાખવાનો અધિકાર છે કે કોઇપણ સંસ્થા સીમાના ઓળંગે. તે બાદ પછી કાયદા પ્રધાનનું નિવેદન આવ્યુ હતું. તેમણે કહ્યું હતું કે,‘ઇમરજન્સી દરમિયાન સુપ્રીમ કોર્ટ નિષ્ફળ સાબિત થઇ હતી.

સાંજેએટર્ની જનરલે દેખાડી લક્ષમણ રેખા: એટર્નીજનરલ મુકુલ રોહતગીએ કહ્યું હતું કે તમામ સંસ્થાઓએ પોતાની લક્ષ્મણ રેખામાં રહેવું જોઇએ. તમારી પાસે જેટલી સત્તા છે, તેટલું તમારે આત્મઅવલોકન કરવાની જરૂર છે.

કોર્ટજુવે છે કે કોઇ લક્ષ્મણ રેખા પાર ના કરે: સરકારનાકોઇપણ અંગે લક્ષ્મણ રેખા પાર ના કરવી જોઇએ. દેખરેખ રાખવાનો ન્યાયપાલિકાનો અધિકાર છે કે કોઇપણ સંસ્થા સીમા પાર ના કરે. સંસદે પસાર કરેલો કોઇ કાયદો જો બંધારણથી વિપરીત હોય તો ન્યાયપાલિકા તેને રદ કરી શકે છે. - ટીએસ ઠાકુર

કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે કોર્ટ સરકારના નિર્ણય અને કાયદાને ફગાવી શકે છે. પણ શાસન ચુંટાયેલી સરકાર પાસે રહેવું જોઇએ. ઇમરજન્સી દરમિયાન હાઈકોર્ટ્સે મોટુ સાહસ અને સંકલ્પ દેખાડ્યો હતો. પણ સુપ્રીમ કોર્ટ નિષ્ફળ સાબિત થઇ હતી.

પાક.નાસેનાપ્રમુખ....

બંનેનેફોર સ્ટાર જનરલ બનાવવામાં આવ્યા છે. તેઓ મંગળવારે નવો હોદ્દો સંભાળશે. દિવસે સેના પ્રમુખ રાહીલ શરીફ રિટાયર થઇ રહ્યા છે. જનરલ બાજવા હાલમાં આઇજી ટ્રેનિંગ એન્ડ ઇવેલ્યુશન છે. તેઓ પાકિસ્તાન માટે કટ્ટરપંથને ભારતથી પણ વધુ ખતરનાક ગણે છે. નિયંત્રણ રેખાની સુરક્ષા કરનારી સેનાના 10મુ કમાન્ડ સંભાળી ચુક્યા છે.

કયાનીનેબે વાર એક્સટેન્શન, શરીફે કહ્યું જોઇતું નથી : પાકિસ્તાનમાંસેના અધ્યક્ષ કાં તો સર્વિસ એક્સટેન્શન પર રહે છે અથવા વડાપ્રધાનનો તખ્તો પલટીને સત્તા કબજે કરી લે છે. ગત સેના અધ્યક્ષ પરવેઝ કયાનીએ બીજી વાર સેવા કાર્યકાળ લંબાવવાની ના પાડી દીધી હતી. રાહીલ શરીફે સ્પષ્ટપણે કહી દીધું હતું કે તેમને સર્વિસ એક્સટેન્શન જોઇતું નથી. તેઓ સામાન્ય રીતે રિટાયર થનારા સેના અધ્યક્ષોમાંતી છે, તેથી તેમને અચરજથી જોવામાં આવી રહ્યા છે. જનરલ રાહીલ શરીફ નવાઝ શરીફ સરકારના સમર્થનમાં રહ્યા, પણ અચરજ હતું. તેમણે આતંકીઓ સામે અભિયાન શરૂ કર્યું હોવાછતાં સરકારે જણાવ્યું કે આતંકીઓને સેના શરણ આપવાનું બંધ કરે.

કાસ્ત્રોકહેતા હતા ....

તેસમયે કાસ્ત્રોની વય લગભગ 30 વર્ષ અને નેહરૂજી લગભગ 70ના હતા. તેમણે મારી સાથે વાતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે આટલા મોટા દેશનો આટલો મોટો નેતા મને મળવા આવ્યો, જ્યારે અન્ય નેતાઓ મને મળતા અચકાતા હતા. મારા માટે મોટી વાત છે. મારી પાસે આંતરરાષ્ટ્રીય રાજકારણનો અનુભવ નહતો.

નેહરૂએ મારો જુસ્સો વધાર્યો. તેનાથી મારામાં ગજબનો આત્મવિશ્વાસ આવ્યો. હું આજીવન નેહરૂના ઉપકારને નહીં ભુલું. 1983માં ફિદેલ દિલ્હીમાં નામ સંમેલનમાં ભાગ લેવા આવ્યા હતા. સંમેલનમાં પેલેસ્ટેનિયન નેતા યાસર અરાફાત ભાષણમાં પોતાનો નંબર પછી આવ્યા બાદ નારાજ થઇ ગયા. હું તે સંમેલનમાં સેક્રેટરી જનરલ હતો. મને ખબર પડી કે તેઓ પરત જઇ રહ્યા છે. મે ઇન્દિરાજીને ફોન કર્યો, કહ્યું તમે તરત વિજ્ઞાન ભવન આવી જાવ. પોતાની સાથે ફિદેલ કાસ્ત્રોને પણ લઇ આવો. તેઓ થોડી વારમાં આવી ગયા. કાસ્ત્રોએ ફોન કરીને અરાફાતને પણ બોલાવી લીદા. તેમણે અરાફાતને પુછ્યુ કે તમે ઇન્દિરાને મિત્ર માનો છો કે નહીંω અરાફાતે કહ્યું કે, મિત્ર નહીં તે મારી મોટી બહેન છે. તે બાદ કાસ્ત્રોએ કહ્યું તો પછી નાના ભાઈની જેમ વર્તન કરો અને સંમેલનમાં બાગ લો. અરફાત, ઇન્દિરા અને ફિદેલને ના નહોતા કહી શકયા.

જ્યારે કાસ્ત્રોએ ઇન્દિરાને ગળે લગાડી લીધા:

માર્ચ 1983માં વિજ્ઞાન ભવનમાં નામ સંમેલનમાં પહોંચ્યા હતા. ફિદેલે કહ્યું હવાનામાં હું યજમાન હતો. વખતે મારી બહેન ઇન્દિરાને સંમેલનનું ગેવલ સોંપવામાં મને ગર્વ થઇ રહ્યો છે. બંને મંચ પરથી ઉઠ્યા અને ઇન્દિરાએ ગેવલ પકડવા હાથ લંબાવ્યો, પણ કાસ્ત્રો ઊભા રહ્યા. ઇન્દિરાએ ફરી હાથ લંબાવ્યો ફણ તેઓ મલકાતા રહ્યા. ત્રીજી વાર કાસ્ત્રોએ તેમને ગળે લગાવી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...