તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રેલવેને વળતરનો એક કેસ ઉકેલતાં 605 દિવસ લાગે છે

રેલવેને વળતરનો એક કેસ ઉકેલતાં 605 દિવસ લાગે છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ નેટવર્ક | નવી દિલ્હી

રેલદુર્ઘટનામાં ઘાયલ અથવા જાન ગુમાવનારા યાત્રીઓને રેલવે તરફથી વળતર મળે છે પરંતુ વળતરના એક કેસનો ઉકેલ કરતાં સરેરાશ 605 એટલેકે 20 મહિના કરતાં વધારે સમય લાગે છે. આંકડા પ્રમાણે અનુસાર 2012-13થી 2015-16 વચ્ચે ભારતીય રેલવેના વળતરને માત્ર 762 કેસનું નિરાકરણ લાવી શક્યા છે. દુર્ઘટનાની હાલતમાં યાત્રીઓની તાત્કાલિક જરૂરિયાત માટે એક્સ ગ્રેશિયા રકમ તરતજ આપી દેવાય છે. પરંતુ વળતર માટે તેમને રેલવે સામે પોતાનો કેસ રદૂ કરવાનો હોય છે. તેમને દરેક કેસના ઉકેલ માટે 1917 દિવસ લાગે છે જ્યારે અમદાવાદ બેન્ચને 1896 દિવસ. સૌથી ઓછો સમય ચેન્નઇ બેન્ચને લાગ્યુ. જેણે 59 કેસના નિરાકરણ માટે 94 દિવસનો સમય લીધો હતો. ઉકેલ માટની અલગ અલગ બેચમાં 142 કેસ પેન્ડિંગ છે. તેમાં 84 કેસ મૃત્યુને લગતાં છે. અને 60 ટકા કરતાં વધારે કેસ બે વર્ષ કરતાં વધારે સમયથી પેન્ડિંગ છે.

અન્ય સમાચારો પણ છે...