તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઇક્વિટીમાં ફ્રી ફોલ અટક્યો, સેન્સેક્સ 26000 ઉપર, નિફ્ટી પણ 8000 ઉપર બંધ રહ્યો

ઇક્વિટીમાં ફ્રી ફોલ અટક્યો, સેન્સેક્સ 26000 ઉપર, નિફ્ટી પણ 8000 ઉપર બંધ રહ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાઉન્સબેકમાં નિફ્ટી 8250-8300 સુધી જઇ શકે

મંદીવાળાઓનાસતત હેમરીંગ, એફઆઇઆઇનું સતત ઓફ્ફલોડિંગ અને સતત નકારાત્મક વૈશ્વિક અહેવાલો વચ્ચે ભારતીય ઇક્વિટી માર્કેટમાં સપ્તાહના છેલ્લા દિવસ સુધી મંદીનો માતમ છવાયેલો રહ્યો હતો. પરંતુ શુક્રવારે જાદૂઇ છડી જેવો બાઉન્સબેક આવ્યો તે પૂર્વે ગુરુવારે પણ માર્કેટ મંદીમાં રહેવા છતાં માર્કેટબ્રેડ્થ પોઝિટિવ નોંધાઇ હતી. બધાં સંકેતો દર્શાવે છે કે, માર્કેટ ઓવરસોલ્ડ પોઝિશનમાં આવી ગયું છે. જેમાં નિફ્ટીએ 8000 અને સેન્સેક્સે 26000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટીઓ પાછી મેળવી છે. સેક્ટોરલ રીતે પણ આઇટી, ફાર્મા, મેટલ્સ અને ટેકનોલોજી શેર્સમાં સુધારો વાતની ખાતરી આપે છે કે, માર્કેટ હવે ગમે પોઇન્ટથી ટર્નઅરાઉન્ડ થઇ શકે છે. માર્કેટમાં નેગેટિવિટી ભારોભાર ભરેલી છે. યુએસ ફેડની વ્યાજવધારાની દહેશત, ડોલર સામે રૂપિયો સતત નીચા મથાળે, દેશમાં ડિમોનેટાઇઝેશનના કારણે વ્યાપાર ઉદ્યોગોમાં મંદીનું મોજું જેવા સંખ્યાબંધ કારણો વચ્ચે પણ ટેકનિકલી જોઇએ તો શુક્રવારે જોયું કે, 5-ડે ઇએમએ ઉપર માર્કેટ બંધ રહ્યું છે. જેમાં વીકલી ચાર્ટ ઉપર ડ્રેગન ફ્લાય દોજી પેટર્ન રહી છે. જેમાં નિફ્ટી 8250-8300 પોઇન્ટ સુધી બાઉન્સબેક થવાની પૂરીપૂરી શક્યતા જણાય છે. તે જોતાં મોમેન્ટમ ટ્રેડર્સ કે જેઓ શોર્ટ ટર્મ ટ્રેન્ડ અનુસાર ટ્રેડિંગ સ્ટ્રેટેજી ધરાવતા હોય તેમણે ટ્રેડિંગ પેટર્ન બદલી બાયની કરવી જરૂરી રહે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે.

માર્કેટ કન્ડિશનની વાત કરીએ તો સળંગ ચાર સપ્તાહથી માર્કેટમાં મંદીના માહોલને બાદ કરતાં થોડી સુધારાની કિનારી દેખાઇ છે. જેમાં સેન્સેક્સે સાપ્તાહિક ધોરણે 166.10 પોઇન્ટના સુધારા સાથે 26343.95 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ચાર સપ્તાહમાં સેન્સેક્સે 1926.94 પોઇન્ટનો ધરખમ ઘટાડો નોંધાવ્યો હતો. તેજરીતે નિફ્ટીએ પણ વિતેલા સપ્તાહે 40.20 પોઇન્ટના સુધારા સાથે 8114.30 પોઇન્ટનું બંધ આપ્યું છે. જેમાં છેલ્લા ચાર સપ્તાહમાં 618.95 પોઇન્ટનો કડાકો નોંધાયો હતો. સેક્ટોરલ ધોરણે જોઇએ તો, આઇટી, ટેકનોલોજી, મેટલ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, એફએમસીજી, રિયાલ્ટી સેક્ટર્સ તેમજ સ્મોલ અને મિડકેપ સેગ્મેન્ટમાં પણ સુધારાની ચાલ જોવા મળી હતી. જોકે, ઓટો, પીએસયુ, પાવર, કેપિટલ ગુડ્સ અને ઓઇલ ગેસ સેક્ટરના શેર્સમાં પીછેહઠ જારી રહી હતી. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ અનુક્રમે 110.59 પોઇન્ટ અને 158.76 પોઇન્ટ સુધર્યા હતા. જ્યારે આઇટી ઇન્ડેક્સ સૌથી વધુ 6.61 ટકા, ટેકનોલોજી 5.16 ટકા, મેટલ 4.37 ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 2.91 ટકા, હેલ્થકેર 2.76 ટકા અને એફએમસીજી ઇન્ડેક્સ 1.17 ટકા સુધર્યા હતા. તેજરીતે સેન્સેક્સ પેકની કુલ 30 પૈકી 18 સ્ક્રીપ્સમાં સુધારો અને 12 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. તે પૈકી ટીસીએસ સૌથી વધુ 8.37 ટકા સુધર્યો હતો. કંપન વિશ્વની ટોચની ચીપ ઉત્પાદક કંપની એએસએમએલ સાથે કોન્ટ્રાક્ટ કર્યો હોવાના અહેવાલો પાછળ શેરમાં ઉછાળો જોવાયો હતો. તે પછી વીપ્રો 6.36 ટકા, લ્યુપિન 6.29 ટકા, ઇન્ફોસિસ 6.25 ટકા, તાતા સ્ટીલ 5.87 ટકા, એશિયન પેઇન્ટ 4.18 ટકા, હીરો મોટો 3.77 ટકા ઊછળ્યા હતા. બેન્કિંગ સેક્ટરમાં વેચવાલીનું પ્રેશર રહેતા સ્ટેટ બેન્ક 5.35 ટકા તૂટ્યો હતો.

ડોલર સામે રૂપિયામાં રકાસ : 3 સપ્તાહમાં 176 પૈસા ડાઉન

વિદેશી સંસ્થાઓની રૂ. 5422 કરોડની વેચવાલી

વિતેલાસપ્તાહ દરમિયાન વિદેશી નાણાકીય સંસ્થાઓની રૂ. 5421.89 કરોડની વેચવાલી રહી હોવાનું સેબીના પ્રોવિઝનલ આંકડાઓ દર્શાવે છે. વિદેશી સંસ્થાઓની સતત વેચવાલી સામે સ્થાનિક સંસ્થાની નેટ ખરીદી છે.

વિદેશી નાણાકીય સંસ્થાઓની ઇક્વિટીમાં વેચવાલી અને ડોલરમાં ધૂમ ખરીદીના કારણે ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો આગલાં સપ્તાહના 68.13ની સામે 68.07ની સપાટીએ ખુલી 68.86ની ઓલટાઇમ લો સપાટીએ થયા બાદ છેલ્લે 68.46 બંધ રહ્યો હતો. જે 33 પૈસાનો કડાકો દર્શાવે છે. છેલ્લા ત્રણ સપ્તાહમાં ડોલર સામે રૂપિયો 176 પેસા તૂટી ચૂક્યો છે. ડોલર ઇન્ડેક્સ પણ 101.48ની માર્ચ-03 પછીની ટોચે પહોંચ્યો છે. અન્ય કરન્સી સામે જોકે, રૂપિયાની સ્થિતિ સંગીન રહી હતી.

હાયર બોટમ-લોઅર ટોપ

સપ્તાહ સેન્સેક્સ નિફ્ટી

16જૂલાઇ 278378595

22જૂલાઇ 278038541

29જૂલાઇ 280528639

5અોગસ્ટ 280788683

26અોગસ્ટ 277828573

2સપ્ટેમ્બર 285328810

9સપ્ટેમ્બર 287978867

16સપ્ટેમ્બર 285998780

23સપ્ટેમ્બર 286688831

30સપ્ટેમ્બર 278658611

7ઓક્ટોબર 280618697

14ઓક્ટોબર 276748583

21ઓક્ટોબર 280778693

28ઓક્ટોબર 279428638

4નવેમ્બર 272748434

11નવેમ્બર 268198296

18નવેમ્બર 261508074

25નવેમ્બર 263448114

(*જે હાયર બોટમ ટોપની િસ્થતિ દર્શાવે છે)

અન્ય સમાચારો પણ છે...