• Gujarati News
  • National
  • સ્ટુડન્ટસ વટવામાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની વિઝિટ લેશે

સ્ટુડન્ટસ વટવામાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની વિઝિટ લેશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | બાયોકેર અને નિરમા યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે નિરમાં કેમ્પસ ખાતે આયોજીત‘ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ’ પરના વર્કશોપના આજે છેલ્લા દિવસે વર્કશોપમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને 2.30 વાગ્યે વટવા ખાતે આવેલા વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લેશે.જેમાં સ્ટુન્ટસને વેસ્ટ વોટરનું કેવી રીતે પ્યોરિફિકેશન કરીને સાબરમતીમાં છોડવામાં આવે છે તેની પ્રોસેસ સમજાવવામાં આવશે. નિરમાં કેમ્પસ ખાતે વેસ્ટ વોટર પર બે લેક્ચરનું પણ આયોજન કરાશે.

ઉલ્લેખનીય છે કે આ વર્કશોપ દ્વારા વિદ્યાર્થીઓ વેસ્ટ પાણીને ફરી રિસાયકલ કરી શકય તેવી નવી ટેકનોલોજીનું ઈનવેશન કરે અને પાણીના પ્રશ્નને સોલ્વ કરી શકે.