લોક અદાલતમાં સારી કામગીરી કરનાર વકીલોને એવોર્ડ અપાયા
અમદાવાદ | અમદાવાદ ગ્રામ્ય જિલ્લા કોર્ટમાં 21એ યોજાયેલ નેશનલ લોક અદાલતમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર વકીલોને ડિસ્ટ્રીક લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા એવોર્ડ આપવામાં આવ્યા હતાં. જેમાં એડવોકેટ પી.કે.રાઠોડ, ડી.એમ.ચૌહાણ સહિતના વકીલોને પ્રન્સિપાલ ડિસ્ટ્રીક જજ એ.સી.જોષી અને એડી. ડિસ્ટ્રીક જજ જી.ડી.પાસીએ સર્ટિફિકેટ આપ્યા હતાં.