• Gujarati News
  • National
  • શહેરમાં 48 કલાકમાં 3 મહિલા સહિત 8 લોકોનાં મોત નિપજ્યાં

શહેરમાં 48 કલાકમાં 3 મહિલા સહિત 8 લોકોનાં મોત નિપજ્યાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | શહેરમાં 48 કલાકમાં 3 મહિલા સહિત 8 લોકોના મોત નિપજ્યા હતા. જેમાંથી 3 મહિલા સહિત 6 લોકોએ આત્મહત્યા કરી હતી. જ્યારે 2 લોકોના અકસ્માતે મોત નીપજ્યા હતા. રવિવારે સવારે એક યુવક હાટકેશ્વર સર્કલ પાસે અચાનક ઢળી પડ્યો હતો. જેને હોસ્પિટલ લઇ જતા ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો. જ્યારે વટવા જીઆઇડીસીમાં ક્રેનનો પટ્ટો તૂટી જતા ફેબ્રિકેશનનો સામાન પડતા યુવકનું મોત નીપજ્યું હતું.

6 લોકોએ આત્મહત્યા કરી હતી જ્યારે 2ના અકસ્માતે મોત થયા હતાં
હાટકેશ્વર મહાવીરનગર દુર્ગાકોલોનીમાં રહેતો આશિષ ઉર્ફે પ્રદીપકુમાર હિરભાન બ્રહ્મભટ્ટ (શર્મા) રવિવારે સવારે હાટકેશ્વર કેસી રેસ્ટોરન્ટની સામે રોડ પર અચાનક ચાલતા ચાલતા પડી જતાં એલ.જી હોસ્પિટલ લઇ જતા ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

જ્યારે ઓઢવ ભરવાડવાસમાં રહેતો અજયકુમાર લાલચંદ ખરવાર શનિવારે બપોરે જીઆઇડીસી વટવા ફેઝ-4માં આવેલા હર્ષદ ઇલેક્ટ્રોમેક્સ નામની કંપનીમાં કામ કરતા હતા. ત્યારે ક્રેનનો પટ્ટો તૂટી જતા ફેબ્રિકેશનનો સામાન અજયકુમાર પર પડતા તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે રવિવારે બપોરે સરસપુર ચંદુલાલની ચાલીમાં રહેતા મયૂર પૂનમભાઇ પટનીની લાશ સુભાષબ્રિજ પાસેની નદીમાંથી મળી આવી હતી.

અમદાવાદના પીપળજના 21 વર્ષીય વિપુલ જયેશભાઇ ક્રિશ્ચિયનો મૃતદેહ શનિવારે નદીમાંથી મળી આવ્યો હતો. નરોડા આદિત્યનગર સોસાયટીમાં રહેતા સંગીતાબહેન નરેશભાઇ સોલંકીએ બીમારીથી કંટાળી શનિવારે બપોરના ઘરે કેરોસીન છાંટી સળગી જઇ આત્મહત્યા કરી હતી.

કુબેરનગરમાં રહેતા 15 ક્રિષ્ણાબહેન શંભુભાઇ ઠાકોરે શનિવારે બપોરે ઘરે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે ઇસનપુરમાં રહેતા 31 વર્ષીય રોહિતભાઇ અરવિંદભાઇ દંતાણીએ શનિવારે ઘરે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. જ્યારે શનિવારે રાતે યુવતીનો મૃતદેહ નદીમાંથી મળ‌ી આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...