• Gujarati News
  • National
  • પ્રતિબંધ છતાં લક્ઝરી સાંજે શહેરમાં પ્રવેશી, વૃદ્ધાને કચડી નાખી

પ્રતિબંધ છતાં લક્ઝરી સાંજે શહેરમાં પ્રવેશી, વૃદ્ધાને કચડી નાખી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં સવારે 7થી રાત્રે 10 સુધી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં ટ્રાફિક પોલીસની મેહરબાનીથી ભારે વાહનો શહેરમાં ફરતા હોય છે. શનિવારે સાંજે 5.30 વાગ્યે ગોમતીપુરમાં એક લક્ઝરી બસે એક વૃદ્ધાને કચડી હતી. અકસ્માતમાં વૃદ્ધાને હાથે ફ્રેક્ચર અને મોઢા પર પણ ઈજા થઈ હતી.

ગોમતીપુર પટેલની ચાલીમાં રહેતાં 61 વર્ષીય વૃદ્ધા મંજુબેન રૂડાજી સાંજે 5 વર્ષની પૌત્રીને લઇને શાકભાજી લેવા ગયાં હતાં.ત્યારે પૂરઝડપે આવેલી લક્ઝરી બસે મંજુબેનને ટક્કર મારી હતી. જેના કારણે મંજુબેનને હાથમાં ફેક્ચર થયું હતું તેમજ માથા અને મોઢા પર ઈજા થઈ હતી. વૃદ્ધાને 108 મારફતે સારવાર માટે સિવિલ લઈ જવામાં આવ્યા હતા. પોલીસે લક્ઝરી બસના ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...