• Gujarati News
  • National
  • ગુજકેટ 13 એપ્રિલે પણ હજુ ફોર્મ ભરવાની તારીખ જાહેર થઈ નથી

ગુજકેટ 13 એપ્રિલે પણ હજુ ફોર્મ ભરવાની તારીખ જાહેર થઈ નથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

ગુજરાતમાં 12 માર્ચથી બોર્ડની એક્ઝામ શરૂ થઇ રહી છે. બોર્ડ દ્વારા સાયન્સ સ્ટ્રીમમાં એક્ઝામ આપી રહેલા બન્ને ગ્રૂપના વિદ્યાર્થીઓ માટે ગુજકેટની પરીક્ષા આપવી ફરજિયાત કરાઇ છે. સાથે બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષા 13 એપ્રિલે લેવાશે તેવી જાહેરાત કરી દેવાઈ છે. પરંતુ અત્યાર સુધી બોર્ડ તરફથી ગુજકેટ માટેના ફોર્મ ભરવાની કોઇ તારીખ જાહેર કરાઇ નથી. ત્યારે વિદ્યાર્થીઓની સાથે વાલીઓમાં પણ મૂંઝવણમાં છે. તારીખ જાહેર થાય તો વિદ્યાર્થીઓ પૂરતું ધ્યાન આપી શકશે નહીં.

વાલીઓને સર્વર ડાઉન થવાનો પણ ડર છે
ગુજકેટના ફોર્મ વિદ્યાર્થીઓએ ઓનલાઇન ભરવાના છે. માટે વાલીઓને એ પણ ડર સતાવી રહ્યો છે કે સરકાર દ્વારા જ્યારે પણ કોઇ ફોર્મ માટે ઓછો ટાઇમ આપવામાં આવે છે તેવા સંજોગોમાં ર્સવર ડાઉન થવાના કિસ્સા પણ વધી જાય છે. જો ગુજકેટમાં પણ ઓછો ટાઇમ મળશે તો સર્વર ડાઉન થવાના કિસ્સામાં વિદ્યાર્થીઓ પરીક્ષા પર ધ્યાન આપી શકશે નહીં.

અન્ય સમાચારો પણ છે...